GSTV

કોરોના થયો બેકાબૂ/ હિમાચલમાં 4 જિલ્લામાં લગાવી દીધૂ નાઈટ કર્ફૂય, હવે 2021માં જ ખુલશે શાળાઓ

  • હિમાચલ પ્રદેશમાં 31 ડિસેમ્બર સુધી તમામ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય
  • અભ્યાસમાં નુકસાન ન થાય એટલા માટે 26 નવેમ્બરથી ઓનલાઈન ક્લાસિસ શરૂ
  • શિમલા, મંડી, કાંગડા અને કુલ્લુમાં રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ

હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસને ધ્યાને રાખીને 31 ડિસેમ્બર સુધી રાજ્યમાં તમામ સ્કૂલો અને કોલેજોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના ભણતરમાં નુકસાન ન થાય તે માટે આગામી 26 નવેમ્બરથી રાજ્યમાં ઓનલાઈન ક્લાસિસ શરૂ કરવામાં આવશે. હિમાચલ સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લીધો હતો.

આ ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઠઁડીમાં બંધ થતાં હવે તે, 1 જાન્યુઆરીથી લઈને 12 ફેબ્રુઆરી સુધી બંધ જ રહેશે. જો કે, શિયાળામાં જ આ શાળાઓમાં ઓનલાઈન ક્લાસિસ ચાલુ રહેશે.

4 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ, સરકારી ઓફિસોમાં અડધો સ્ટાફ

હિમાચલ સરકારે આ સાથે જ શિમલા, મંડી, કાંગડા અને કુલ્લુમાં રાતના 8 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવાની જાહેરાત કરી છે. સરકારી કાર્યાલયોમાં અડધા સ્ટાફ સાથે કામ કરશે. તથા રાજ્યામાં કોઈ પણ પ્રકારની રેલીઓ યોજી શકાશે નહીં.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલનમાં ઉતર્યા શરદ પવાર અને આદિત્ય ઠાકરે, આઝાદ મેદાનમાં રેલીને કરશે સંબોધિત

Mansi Patel

બુલેટ ટ્રેન પ્રોજેકટ/ સમુદ્ર નીચે સુરંગ બનાવવા માટે 7 ભારતીય કંપનીએ દેખાડયો દમ

Mansi Patel

પેટ્રોલ-ડીઝલના ભાવે ભારતીયોની કમર તોડી: પાકિસ્તાનમાં ભારતથી અડધી કિંમતે પેટ્રોલ, દેશ આ નાનકડા ગામમાં સૌથી મોંઘુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!