GSTV
Home » News » હિમાચલમાં મોદીના કોગ્રેસ પર પ્રહાર- હવે કોઇ ‘પંજો’ ગરીબના હકને નહીં છીનવી શકે

હિમાચલમાં મોદીના કોગ્રેસ પર પ્રહાર- હવે કોઇ ‘પંજો’ ગરીબના હકને નહીં છીનવી શકે

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે નવમી નવેમ્બરે મતદાન યોજાવાનું છે ત્યારે અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક ચૂંટણી સભા ગજવી રહ્યા છે.

આતંકવાદીઓને પૈસા પહોંચતા બંધ થયા

હિમાચલના ઉનામાં તેમણે ચૂંટણી સભા સંબોધીને કોંગ્રેસને આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે નોટબંધી થતાં જ આતંકવાદી સંગઠનોને પહોંચતા પૈસા બંધ થઈ ગયા. અને હવે ખબર પડી કે આતંકવાદીઓ સંગઠનો પાસે પૈસા ક્યાંથી આવતા હતા.

8 નવેમ્બરે દેશવાસીઓ એન્ટી બ્લેક ડે મનાવશે

8 નવેમ્બરે નોટબંધીને વર્ષ પુરુ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ મોદી સરકાર વિરુદ્ધ બ્લેક ડે મનાવવાની છે ત્યારે પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રસેના બ્લેક ડે સામે દેશવાસીઓ એન્ટી બ્લેક ડે મનાવશે.

કોઇ પંજો ગરીબનો હક નહીં છીનવી શકે

પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. અને કહ્યું કે ડોક્ટરનું કામ બીમારી દૂર કરવાનું છે. પણ હવે કોઈ પંજો ગરીબના હકને નહીં છીનવી શકે.

બેનામી સંપત્તિ પર કોઇને છોડવામાં નહીં આવે

બેનામી સંપત્તિને લઈને પીએમ મોદીએ કહ્યું કે  કોઈને છોડવામાં નહીં આવે. 30 વર્ષ પહેલા આ કાયદો ઢાંકી દેવાયો હતો. પણ અમે સંસદમાં બેનામી સંપત્તિ મામલે કાયદો બનાવ્યો. ત્યારે ભ્રષ્ટાચારીઓ પરેશાન થયા છે. કેમ કે હવે મોદીના કેમેરા બધું કેપ્ચર કરી રહ્યા છે.

GST કાઉન્સિલની બેઠક

પીએમ મોદીએ જીએસટીને લઈને પણ નિવેદન કર્યું. તેમણે કહ્યું જીએસટીમાં જે કંઈ સમસ્યા છે તેના 9 અને 10 નવેમ્બરે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ઉકેલ આવી જશે.

કોંગ્રેસ મેદાન છોડીને ભાગે છે

માચલમાં કોંગ્રેસની સુસ્તી જોવા મળી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચૂંટણી સભા ગજવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીમાં મજા આવતી નથી. કેમ કે કોંગ્રેસ મેદાન છોડીને ભાગી ગઈ છે.

Related posts

નિર્મલા સીતારમને સરકારી બેંકો પર ઉઠાવ્યા સવાલ, ‘હવે પહેલા જેવો વ્યવહાર નથી રહ્યો’

Mayur

ભડકે બળતું દિલ્હી : જેમનો કોઈ વાંક નહોતો તેવા 27 લોકોએ જીવ ગુમાવ્યો

Mayur

રાતોરાત જજની બદલી થઈ જતા પ્રિયંકાએ મોદી સરકારને લીધી આડેહાથ, ‘સરકાર ન્યાયનું મોં બંધ કરવા માગે છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!