સપના ચૌધરી કરતા હવે આ સપનાની ડિમાન્ડ વધતી જાય છે

લોકો હવે હરિયાણાની સપના ચૌધરી કરતા હિમાચલની ‘સપના’ એટલે કે સપના ચૌહાણનાં ડાન્સથી વધારે પ્રભાવિત થઈ રહ્યાં છે. હિમાચલ જ નહીં ઉત્તરાખંડ સુધી સપનાનું લોકનૃત્ય અને અભિનયનો વીડિયો જોવાઈ રહ્યાં છે. તેમના લોકનૃત્યમાં કોઈ બનાવટી પેતરા નથી હોતા પણ તેના બદલે પહાડી સંસ્કૃતિ ઉભરતી જોવા મળે છે. પ્રશંસકો તેને મળતા જ તેનો ઑટોગ્રાફ માંગે છે.

યુ-ટ્યુબ પર સપના ચૌહાણનાં કુલ્લવી ગીતો પર અભિનયને લગભગ એક કરોડ દર્શકોએ જોઈ લીધું છે. મંડીની પધરની મૂળ નિવાસી 19 વર્ષની સપના ઘુમ મચાવી રહી છે. તે અભ્યાસ સાથે સાથે ફૉક ડાન્સ અને અભિનયની પણ શોખીન છે. અને તે શીખી પણ રહી છે. તેમના પિતા હિરાલાલ મંડીમાં એક સિમેન્ટની દુકાનમાં કામ કરે છે. તે કુટુંબમાં સૌથી નાની છે. ઘરમાં સૌથી મોટી બહેન છે. તેમનો આ શોખ પૂરો કરવા માટે તેમને ઘરમાથી સંપૂર્ણ સહયોગ છે.

સપનાનો એક વર્ષ પહેલા આવેલો પહેલો વિડિયો ‘ફૂલા દેઇએ’ યુ-ટ્યુબ પર 22 લાખથી વધુ દર્શકોએ જોયો છે. પછી ‘સાજા લાગા માઘે રા’ લોકગીત પર નૃત્ય કર્યું, એ પણ યુ-ટ્યુબ પર રવિવાર સુધીમાં 25,94,619 દર્શકો જોઈ ચૂક્યાં છે. તેના પછી ‘લાડી શાવળી’ ગીતે તો રેકોર્ડ તોડી નાખ્યો, દર્શકોએ રવિવાર સાંજ સુધીમાં 47,28,441 વખત જોઈ ચૂક્યાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter