બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના ટોન્ડ ફિગરના કારણે લાઇમલાઇટમાં રહે છે. હાલ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસે પતિ રાજ કુંદ્રા સાથે માલદિવમાં હૉલીડે એન્જોય કરી રહી છે.
શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર માલદિવની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં શિલ્પા ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લુકમાં નજરે પડી રહી છે. શિલ્પા 22 નવેમ્બરે પોતાની મેરેજ નિવર્સરી સેલિબ્રેટ કરવા માલદીવ પહોંચી છે.
શિલ્પાએ સોશિયલ મીડિયા પર પોતાનો બીકિની લુક શેર કર્યો છે. તેણે કેટલીક તસવીરોમાં બેક પોઝ આપ્યાં છે. જણાવી દઇએ કે શિલ્પા શેટ્ટી પોતાનું ફિગર મેન્ટેઇન કરવા માટે સખત વર્કઆઉટ કરે છે.
તાજેતરમાં જ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ શિરડી જઈને સાંઈ બાબાનાં દર્શન કર્યા હતા. તેની સાથે તેનો પતિ રાજ કુંદ્રા, દીકરો વિયાન, બહેન શમિતા શેટ્ટી અને માં સુનંદા શેટ્ટી પણ હાજર હતા.
ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી અત્યારે ફિલ્મોમાં જોવા મળતી નથી, પરંતુ તે ટીવી પર રિયાલિટી શૉ જજ કરતી જોવા મળતી હોય છે. તે ઘણા ડાન્સિંગ ટીવી શૉનો ભાગ રહી ચુકી છે. શિલ્પા શેટ્ટી જલ્દી જ સુપર ડાંસર ચેપ્ટર 3માં જજ ના રૂપમાં જોવા મળશે. આ શો માં તેમની સાથે અનુરાગ બસુ અને ગીતા કપૂર પણ જોવા મળશે.
આ રિયાલિટી શો ના ઓડિશન શરૂ થઈ ચુક્યા છે. આ ત્રીજી સીરિઝ છે. બે સીરિઝના હિટ થયા પછી મેકર્સ આ શો ની ત્રીજી કડી લઈને આવ્યા છે. આ શો ટૂંક સમયમાં જ ઑનએયર થવાનો છે. શિલ્પા ઘણ સમયથી ફિલ્મોથી દૂર છે અને ટેલીવિઝન શૉજને જજ કરતી જોવા મળે છે.
Read Also
- રોડ અકસ્માતમાં સૌથી વધારે ટુ વ્હિલર ચાલકો મૃત્યુ ૫ામે છે છતાં ‘હેલમેટ મરજિયાત’થી લોકો ખુશ છે
- રાજકોટ : ‘હેલમેટ’માં 72 હજાર વાહન ચાલકોને 3.60 કરોડનો ડામ
- ચોર સમજી 7 શખ્સોએ વૃક્ષ સાથે બાંધીને માર મારતા યુવાનનું મોત
- સમુદ્રી લુંટારુઓએ હોંગકોંગના જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કર્યું
- શું તમે દિવસ દરમ્યાન થાક લાગે છે?, કામ કરવામાં નથી લાગતું મન તો આ કારણ હોય શકે…