GSTV
Home » News » BBLમાં હવે સિક્કો નહીં, બેટ ઉછાળીને કરાશે ટૉસ, જાણો કેમ

BBLમાં હવે સિક્કો નહીં, બેટ ઉછાળીને કરાશે ટૉસ, જાણો કેમ

ક્રિકેટ ફોર્મેટની દરેક મેચની શરૂઆત પહેલા બેટિંગ અને બોલિંગ પસંદગી માટે ટૉસનું ચલણ છે, જેમાં સિક્કાને ઉછાળીને હેડ અથવા ટેલના માધ્યમથી આ નિર્ણય લેવામાં આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય બિગ બેશ લીગ (બીબીએલ)માં ટૉસને લઇને મોટો નિર્ણય થયો છે. વેબસાઇટ ઈએસપીએનની રિપોર્ટ મુજબ, બીબીએલમાં હવે સિક્કાના માધ્યમથી નહીં, પરંતુ બેટને ઉછાળીને આ નિર્ણય લેવામાં આવશે.

ઓસ્ટ્રેલિયામાં બેટને ઉછાળવાનું આ ચલણ જૂનુ હતું, જે ફરી એક વખત શરૂ થઇ રહ્યું છે. બંને ટીમો હવે બેટને પડવાની પદ્ધતિનો અંદાજ લગાવશે અન જે ટીમનો અંદાજ યોગ્ય હશે, તેને પ્રથમ બોલિંગ અથવા બેટિંગ કરવાની તક મળશે.

બિગ બેશ લીગ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ની પ્રમુખ કિમ મેકોનીએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, “આ ક્ષણ મારા માટે ખૂબ જ ખાસ છે, જે બીબીએલની યોગ્ય પરિભાષા બતાવે છે. બિગ બેશ લીગમાં 19 ડિસેમ્બરે બ્રિસ્બેન હીટ અને એડિલેડ સ્ટ્રાઇકર્સની વચ્ચે યોજાનારી મેચમાં ટૉસ માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો જોઇ શકાશે.”

નવા ફોર્મેટ અંગે બીબીએલના પ્રમુખ કિમ મેક્કોનીના જણાવ્યાં મુજબ, બીબીએલને મોટી કરવી અને હોમ એન્ડ અવે ફોર્મેટથી આગળ લાવવી, સીએની લીગને આગળ વધારવી અને આખા ઓસ્ટ્રેલિયામાં પ્રશંસકોની વચ્ચે નંબર-1 બનાવવાની રણનીતિનો હિસ્સો છે. જે પદ્ધતિથી ભારતમાં ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગને પસંદ કરે છે તેવી રીતે ઓસ્ટ્રેલિયન ચાહકો માટે બીબીએલ સિઝન ખાસ છે. થોડા મહિના પહેલા બીબીએલને આઈપીએલના અંદાજમાં ઢાળવામાં આવી હતી.

READ ALSO

Related posts

ખાલી પેટે પીવો ગોળ અને જીરાનું પાણી, ફાયદા જાણી તમે પણ કરશો રોજ સેવન

NIsha Patel

કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35એને હટાવી દેવાઈ છે અસ્તરાને હટાવ્યો નથી, ભાજપે આ નેતાને મોકલી આ ગીફ્ટ

Bansari

ભાજપને દિલ્હીમાં કોઈ નેતા મળતો નથી જેથી ‘બહાર’થી સાંસદોની ફોજ લવાઇ: કેજરીવાલનો વળતો પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!