GSTV

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Last Updated on October 28, 2021 by Vishvesh Dave

આજકાલ ઇન્સ્ટાગ્રામ ચેલેન્જનું હબ બની ગયું છે, અહીં દરરોજ કંઇકને કંઇક ટ્રેન્ડમાં રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતા ચેલેન્જને યુઝર્સ ફોલો કરતા જોવા મળે છે. તાજેતરમાં Da Ghetto નો ડાન્સ ટ્રેન્ડમાં છે. લોકો આ સોંગ પર ખૂબ જ ફની રીલ્સ બનાવી રહ્યા છે. આવો જ એક ટ્રેન્ડ ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પિતા-પુત્રની જોડી આ સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Hilarious video of boy dancing to In Da Ghetto with his dad goes viral.  Internet is in splits - YouTube

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પિતા-પુત્રની આ જોડી લોકોને ખુબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે, સાથે જ ફની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

આ વીડિયો પ્રતીકે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં પ્રતિકે પહેલા અને પછીની સ્થિતિ બતાવવાનો પ્રયાસ કર્યો છે. પહેલા શોટમાં તેના પિતા તેને મારતા હોય છે, પરંતુ બાદમાં તે તેના પિતા સાથે ડાન્સ કરવા લાગે છે. વીડિયોમાં પિતા-પુત્ર જે રીતે ડાન્સ કરતા હતા તે ખૂબ જ ફની હતી અને તેમના વીડિયોએ ઈન્ટરનેટ પર દરેકનું દિલ જીતી લીધું છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝર્સ કોમેન્ટ કરતાં લખ્યું, ‘આ ક્ષણ ખૂબ જ શાનદાર છે’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મેં આ પહેલા ક્યારેય પિતા અને પુત્ર વચ્ચે આવું બંધન જોયું નથી’

ALSO READ

Related posts

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!