GSTV

પડતા મૂકો કામ, જલદી દિલ્હી પહોંચો : અાજે સાંજે ભાજપની હાઈલેવલની બેઠક

લોકસભાની ચૂંટણીમાં અા વર્ષે ભાજપને પછડાટ ખાવી પડે તેવી સ્થિતિ વચ્ચે અોછી બેઠક ગુમાવવી પડે તેવો ભાજપે માસ્ટરપ્લાન ઘડ્યો છે. અા અંગે ભાજપની કારોબારીમાં પણ ચર્ચાઅો થઈ ગઈ છે. અમિત શાહ અે મોદીનું ગુજરાત અે હોમસ્ટેટ છે. જેઅો પણ ગુજરાત બાબતે અતિ ગંભીર છે. દેશમાં ચૂંટણી જીતવા છતાં જો ગુજરાતમાં અોછી બેઠક અાવી તો અા બંનેનું નાક કપાવાનો સવાલ છે. જેને લઇને ભાજપ માઇક્રોપ્લાનિંગ કરી રહ્યું છે. અાજે સાંજે દિલ્હીમાં અેક અતિ અગત્યની બેઠક યોજાવા જઈ રહી છે. અા બાબતે ગુજરાત ભાજપ દોડતું થઈ ગયું છે. અમિત શાહનો તમામ કામો પડતા મૂકવાનો અાદેથ થયો છે. જેને પગલે મહેસાણાના વડનગર ખાતે યોજાયેલી ભાજપની બૃહદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલા જીતુ વાઘાણી બેઠક છોડીને દિલ્હી જવા રવાના થયા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના  નેતૃત્વમાં લોકસભા ચૂંટણીને લઈને કમિટી બનાવવામાં આવી છે અને સાંજે બેઠક છે.  આ બેઠકમાં અમિતશાહ દ્વારા આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન અપાય તેવી સંભાવના છે. જીતુ વાઘાણી લોકસભાચૂંટણીને લઈને  બુથ લેવલથી તૈયારીઓ શરૂ કરશે. મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી પણ દિલ્હી પહોંચી રહ્યાં છે. મોદી ગુજરાત અાવ્યાના અેક દિવસ બાદ જ અમિત શાહના અોર્ડરથી કંઇક ભાંગરો વટાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મોદીના અાગમનના અેક દિવસ બાદ જ અેકાઅેક દિલ્હીથી તેડું અાવ્યું છે. અા અંગે તમામ લોકો અજાણ હતા. મોદીઅે નેગેટિવ રિપોર્ટ અાપ્યો કે શું તેનો ડર હવે ભાજપને સતાવી રહ્યો છે.

 • અાગામી લોસકભાની ચૂંટમીને લઇને તૈયારીઅોનો ધમધમાટ
 • પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને અાવ્યું દિલ્હીનું તેડું
 • વડનગરમાં ભાજપની બેઠક છોડી દિલ્હી રવાના થયા જીતું વાઘાણી
 • અમિત શાહના નેતૃત્વ હેઠળ દેશમાં લોકસભા ચૂંટણીની કમિટી બનાવાઈ
 • આ કમિટી દ્વારા આગામી ચૂંટણી એક વ્યવસ્થાના ભાગ રૂપે થાય તેવા પ્રયાસો કરાશે

અાજે સાંજે મુખ્યમંત્રી , ના.મુખ્યમંત્રી નિતિન પટેલ, ભીખુભાઈ, મનસુખભાઈ માંડવીયા, આઈ કે જાડેજા , ગણપત વસાવા, ભરતસિંહ પરમાર, જીતુ વાઘાણી સહિત કમિટીના સદસ્યોને પણ હાજર રહેવા અાદેશ થયો છે. મોદીના કાર્યક્રમના અેક જ દિવસ બાદ તાત્કાલિક તમામ મોટા માથાઅોને કામ પડતા મૂકી દિલ્હી પહોંચવાનો અાદેશ કરાયો છે.  જેને પગલે તમામ નેતાઅો દોડતા થઈ ગયા છે. અાજે મોટાભાદની કામગીરી ફાયનલ થઈ જાય તેવી સંભાવના છે.

રાહુલ ગાંધીઅે પણ કોંગ્રેસને અેક પ્રદેશ માળખું તૈયાર કરવાનો અાદેશ કર્યો છે. જેમાં અોછામાં અોછા 200 સભ્યોનો સમાવેશ થશે. અમિતશાહ ગુજરાત બાબતે થોડી પણ છૂટ અાપવા માગતા નથી. અાજે અેકાઅેક અાદેશ થતાં તમામ લોકો દોડતા થઈ ગયા છે. અાજે રૂપાણીથી લઇને નાયબ મુખ્યમંત્રી અલગ અલગ કામમાં વ્યસ્ત હોવા છતાં તમામ લોકોઅે પોતાની કામગીરી અધૂરી છોડી દીધી છે. જેઅો તાત્કાલિક દિલ્હી પહોંચી રહ્યાં છે.

 • આજે દિલ્હીમાં આ બાબતે બેઠક મળશે
 • અમિત શાહના અધ્યક્ષ સ્થાને મળશે બેઠક
 •  પ્રદેશ પ્રમુખને પણ દિલ્હી નું તાત્કાલિક તેડું
 • જીતુભાઇ વાઘણી વડનગર કારોબારી છોડી ને દિલ્હી જવા રવાના થયા
 • જીતુભાઇ વાઘણીના વડપણ હેઠળ અમિતશાહ સાથે બેઠક કરશે
 • પ્રદેશ કક્ષા ના નેતાઓ આ બેઠક માં હાજર રહેશે
 • આગામી લોકસભાની બેઠક ના બ્યુગલ આ બેઠક માં વાગશે જીતુભાઇ વાઘણી
 •  દિલ્હી ખાતે આજે સાંજે મળશે બેઠક
 • મુખ્યમંત્રી , ના.મુખ્યમંત્રી નિતિન પટેલ, ભીખુભાઈ, મનસુખભાઈ માંડવીયા, આઈ કે જાડેજા , ગણપત વસાવા, ભરતસિંહ પરમાર, જીતુ વાઘાણી સહિત કમિટીના સદસ્યો રહેશે ઉપસ્થિત

Related posts

ધૌલપુરમાં દેહવિક્રયના કાળા ધંધાનો પર્દાફાશ, પોલીસે સફળતાપૂર્વક મુક્ત કરાવી 21 બાળાઓ

pratik shah

બે પત્નીને સાથે રાખી કરતો હતો સેક્સનું લાઈવ સ્ટ્રીમીંગ, લાખો રૂપિયાની કમાણીનો આવી રીતે થયો ખુલાસો

Pravin Makwana

આકાશમાંથી અચાનક પડવા લાગ્યાં કાળા રેશા, સોશયલ મીડિયામાં વહેતી થઈ અફવાહો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!