GSTV
Home » News » એક દિવસમાં સૌથી વધારે રન ત્યારે બનાવવામાં આવ્યા હતા જ્યારે વનડે મેચનું ચલણ પણ નહોંતુ

એક દિવસમાં સૌથી વધારે રન ત્યારે બનાવવામાં આવ્યા હતા જ્યારે વનડે મેચનું ચલણ પણ નહોંતુ

ક્રિકેટમાં દિવસે-દિવસે બદલાવ આવી રહ્યો છે. પહેલાં માત્ર ટેસ્ટ મેચ જ થતી હતી. 70ના દશકની શરૂઆતમાં વનડે મેચ શરૂ થઈ. સફેદ યૂનિફોર્મની જગ્યાએ રંગીન કપડાં મંજૂર કરવામાં આવી. પહેલાં 60 ઓવરની મેચ હતી, ત્યારબાદ 50 ઓવરની મેચ શરૂ થઈ. તે સમયે દડો મેદાનની બહાર જાય તેવો છગ્ગો મારે એ ખેલાડી રાતોરાત સ્ટાર બનવા લાગ્યા.

ત્યારે માનવામાં પણ ન આવે એવી વાત એ છે કે, જ્યારે કાચબાની ચાલની ગતીએ રન બનતા હતા તે સમયે 69 રન પહેલાં એકજ દિવસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બન્યો હતો. વર્ષ 1948માં આજના જ દિવસે ઑસ્ટ્રેલિયાએ એકજ દિવસમાં 721 રન બનાવ્યા હતા. આ રન 129 ઓવરમાં બનાવવામાં આવ્યા છે. એ સમયે ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી અને 15મેના રોજ થયેલી આ મેચમાં ઑસ્ટ્રેલિયાએ આ રેકોર્ડ બનાવ્યો હતો, જેને આજ સુધી કોઇ તોડી શક્યું નથી અને તૂટવાની શક્યતાઓ પણ બહું ઓછી છે.

આ ઇનિંગમાં ચાર સદી અને 2 અર્ધ સદી બનાવવામાં આવી હતી અને સૌથી વધુ રન ડૉન બ્રેડનને બનાવ્યા હતા. આ મેચ ઑસ્ટેલિયા 451 રનથી જીત્યું હતું.

Related posts

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને માર્યો ટોણો, પીએમનાં કેદારનાથ પ્રવાસ અંગે કરી સ્પષ્ટતા

Path Shah

પંચમહાલનાં શહેરામાં બેફામ પાણીનો વેડફાટ થતાં તંત્રએ નળના કનેક્શન કાપ્યા

Mansi Patel

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!