GSTV

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

IPL

Last Updated on December 2, 2021 by Bansari

IPLની રીટેન્શન પ્રક્રિયામાં ઘણા દિગ્ગજ ખેલાડીઓને રીલીઝ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે દરેકની નજર ડિસેમ્બરના અંતિમ સપ્તાહ અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાનાર મેગા ઓક્શન (IPL 2022 Mega Auction)પર રહેશે. આ વખતે ઓક્શન ઘણી રીતે રસપ્રદ બની રહી છે. આ એટલા માટે છે કારણ કે ઘણા મોટા દિગ્ગજો તેમની જૂની ફ્રેન્ચાઇઝી છોડીને ઓક્શનમાં જવાના છે. આવી સ્થિતિમાં જાણીએ એવા દિગ્ગજ ખેલાડીઓ વિશે જેમને IPLની મેગા ઓક્શનમાં મોટી રકમ મળી શકે છે. તમને જણાવી દઈએ કે IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી વિરાટ કોહલી છે, જેને RCBએ 17 કરોડમાં રિટેન કર્યો હતો. ક્રિસ મોરિસ બીજા નંબર પર છે, જેને ઓક્શનમાં 16.25 કરોડ રૂપિયા મળ્યા છે. રોહિત શર્મા 16 કરોડ રૂપિયા મેળવવામાં સફળ રહ્યો છે.

કેએલ રાહુલ

IPL

કેએલ રાહુલને પંજાબ કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. હવે ફ્રેન્ચાઈઝી મેગા ઓક્શનમાં તેમને ખરીદવા માટે મોટી રકમ ખર્ચી શકે છે. રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે 20 કરોડ સુધીની રકમ પર રાહુલની બોલી લગાવી શકાય છે.

રાશિદ ખાન

રાશિદ ખાનને હૈદરાબાદે રિટેન કર્યો છે. હવે ફ્રેન્ચાઈઝી મેગા ઓક્શનમાં રાશિદ માટે પૈસાનો વરસાદ કરી શકે છે. બધા જાણે છે કે રાશિદ આઈપીએલમાં કેટલો પ્રભાવશાળી રહ્યો છે અને તેને ટીમમાં રાખવો ચોક્કસપણે ખોટનો સોદો નહીં હોય.

ડેવિડ વોર્નર

IPL

વોર્નરને હૈદરાબાદ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. વોર્નર પાસે ઘણો અનુભવ છે, તેને મેગા ઓક્શનમાં ખરીદવા માટે પણ ફ્રેન્ચાઈઝી મોટી રકમ ખર્ચી શકે છે.

જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ

IPL

આર્ચર અને બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સ દ્વારા રિલિઝ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ હાલના સમયમાં ઈજાઓથી પરેશાન છે પરંતુ બંનેનું મહત્વ ઘણું વધારે છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો આ બંને મેગા ઓક્શનમાં પોતાનું નામ આપે છે, તો ફ્રેન્ચાઇઝી આ બંને ખેલાડીઓને ખરીદવા માટે એડી ચોટીનું જોર લગાવશે.

ઈશાન કિશન

ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. કિશને તાજેતરના સમયમાં દરેકને પોતાની બેટિંગના ફેન બનાવી દીધા છે. હવે મેગા ઓક્શનમાં કિશન પર પણ મોટી બોલી લગાવવામાં આવી શકે છે.

હાર્દિક પંડ્યા

જોકે પંડ્યાનું ફોર્મ સારું રહ્યું નથી, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સે તેને રિલીઝ કર્યો છે. પરંતુ હાર્દિક પંડ્યાની કાબેલિયતને ઓછી આંકી શકાય તેમ નથી. મેગા ઓક્શનમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફ્રેન્ચાઇઝી તેને તગડી રકમ ચૂકવીને ટીમમાં સામેલ કરવા માંગશે.

શિખર ધવન

શિખર ધવન એક એવું નામ છે જેને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝી પૈસા ખર્ચી શકે છે. IPLની છેલ્લી બે સિઝનમાં ધવનનું ફોર્મ શાનદાર રહ્યું છે. આવી સ્થિતિમાં, મેગા ઓક્શનમાં ધવનને કઈ ફ્રેન્ચાઇઝી લેશે તે જોવું રસપ્રદ રહેશે.

આ ખેલાડીઓ પર પણ નજર રહેશે

યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, કાગીસો રબાડા, ભુવનેશ્વર કુમાર, જોની બેયરસ્ટો, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, દિનેશ કાર્તિક, સુરેશ રૈના, મોહમ્મદ શમી

IPL

Read Also

Related posts

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!