GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

સોનામાં રોકાણ માટે 2020 વર્ષમાં છે સોનેરી તક, દિવાળી સુધી વધીને આટલા થઈ જશે ભાવ

સોના

કોરોના કાળમાં સોના માટે આ વર્ષ ખૂબ જ શાનદાર પસાર થઈ રહ્યું છે. બુધવારના માર્કેટે પોતાના છેલ્લા દરેક રેકોર્ડ તોડી નાખ્યા. ત્યાર બાદ એમસીએક્સ પર ગોલ્ડનો ભાવ 48 હજાર 420 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો. આ વર્ષે સોનાએ લગભગ 24 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે સેન્સેક્સ અને નિફ્ટીને આ વર્ષમાં નેગેટિવ રિટર્ન મળ્યું છે. 

ડો રવિ સિંહનું કહેવું છે કે કોરોના વાયરસની બીજી લહેરની આશંકામાં સેફ હેવન રીતે સોનામાં ફરી એક વખત ફરી ખરીદી તેજ થઈ છે. કોવિડ-19ને લઈને જાહેર કરેલ અનિશ્ચતતાની વચ્ચે સોનુ દિવાળી સુધી 50-52 હજાર પ્રતિ 10 ગ્રામના સ્તરે જઈ શકે છે.

50 હજાર રૂપિયાના ભાવ પર પહોંચવાનું અનુમાન

આ પહેલા સોનાની કિંમતોમાં તેઝી બાદ તેના 50 હજાર રૂપિયાના ભાવ પર પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જે રીતે સોનામાં હાલ તેજી આવી છે તેનાથી હવે તે ટૂંક સમયમાં જ ત્યાં સુધી પહોંચી શકે છે. જો આ વર્ષની વાત કરવામાં આવે તો 31 ડિસેમ્બર 2019એ સોનાના ભાવ એમસીએક્સ પર 39 હજાર 108 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ત્યાં જ 24 જૂન 2020એ સોનું 48 હજાર 420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું એટલે કે દર 10 ગ્રામ પર 9 હજાર રૂપિયા 112 રૂપિયા અથવા 24 ટકા રિટર્ન મળ્યું.

સોના

હાલના નાણાકીય વર્ષની વાત કરવામાં આવે તો 31 માર્ચ બાદ પણ સોનું અત્યાર સુધી પાંચ હજાર 452 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી ચુક્યું છે. એટલે કે કોરોના કાળમાં રોકાણના તમામ વિકલ્પો પર સોનું ભારે પડી શકે છે.

સોનાના પાછલા 10 વર્ષોના ઈતિહાસ પર નજર

  • 2011માં સોનાએ 31.85 ટકાનું રિટર્ન આપ્યું હતું.
  • 2012માં સોનાના રોકાણકારોને 12.92 ટકાનું રિટર્ન મળ્યું હતું.
  • 2013 માં, જેમણે સોનામાં રોકાણ કર્યું હતું તેમને નુકસાન થયું હતું અને -8.09 ટકાના નેગેટિવ રિટર્ન મળ્યું હતું.
  • 2014માં પણ સોનામાં -5.86 ટકાનું નેગેટિવ રિટર્ન મળ્યું હતું.
  • 2015માં પણ સોનામાં નેગેટિવ રિટર્ન મળ્યું હતું જે -6.64 ટકા નબળું રહ્યું હતું.
  • 2016માં સોનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો -10.08 ટકાના રિટર્ન મળ્યું હતું.
  • 2017થી સોનું પોઝિટિવ રિટર્નની શ્રેણીમાં પાછું ફર્યું છે અને તે વર્ષે તેમાં 5.67% રિટર્ન આવ્યું છે.
  • 2018 માં સોનામાં 8.24 ટકાનું રિટર્ન મળ્યું છે.
  • 2019 માં સોનાનું રિટર્ન વધીને 24.58 ટકા થયું છે.
  • 2020 માં સોનામાં અત્યાર સુધીમાં 24.00 ટકાનું રિટર્ન મળ્યું છે.
સોના

એવામાં શું આ વર્ષે સોનું 2019ના રેકોર્ડ તોડશે કે નહીં, તે જોવું રહેવું. હાલ સોનામાં રોકાણ કરવું મોટી રકમ તરત મળવી, વ્યાજ દરોમાં ઘટાડો, શેર માર્કેટ પર દબાણ છે મંદીનું માનવામાં આવી રહ્યું છે. એટીએફમાં રેકોર્ડ રોકાણ અને દુનિયાભરની સેન્ટ્રલ બેન્કેના સોના ખરીદીના કારણે પણ સોનાની કિંમતોમાં તેજી આવી રહી છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!