GSTV
Home » News » સોનું ખરીદવું હોય તો ઉતાવળ કરો, સરકારના અા નિર્ણયને પગલે વધશે ભાવ

સોનું ખરીદવું હોય તો ઉતાવળ કરો, સરકારના અા નિર્ણયને પગલે વધશે ભાવ

સરકાર દ્વારા પાક માટે જાહેર કરવામાં આવેલી ઉંચી એમએસપીના કારણે ખેડૂતોની ખરીદીના કારણે આ વર્ષે બીજા છ મહિનામાં ભારતની સોનાની માંગમાં 25 ટકાનો વધારો થવાની સંભાવના છે. ભારત કિંમતી ધાતુનુ વિશ્વનું બીજુ સૌથી મોટુ ખરીદનાર છે. વાર્ષિક ધોરણે 800-900 ટન સોનાની ખપત રહે છે. છે. દેશની સોનાની માંગનો બે-તૃતિયાંશ ભાગ ગ્રામીણ વિસ્તારોનો હોય છે. એસોચેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં જણાવવામાંઆવ્યુ છે કે સરકાર દ્વારા વિવિધ પાકોની ઉંચી એમએસપી આપવાનું જાહેર કરાતા ખેડૂતોની આવક સારી રહેશે, જેથી વર્ષના બીજા છ મહિનમાં સોનાની માંગમાં વધારો થવાની સંભાવના છે.

વિશ્લેષકોને અપેક્ષા છે કે આ વર્ષના બીજા છ મહિનામાં સોનાની માગમાં  25 ટકાનો વધારો થશે. ઉચ્ચ એમએસપીના કારણે સોનાના વેપારને વેગ મળવો જોઈએ, કારણ કે તેના કારણે ખેડૂતોના હાથમાં વધુ રોકડ આવશે, જે સોનાની માંગ માટે સારી સ્થિતિ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે સોનુ ભારતમાં માત્ર લક્ઝરી વસ્તુ નથી પરંતુ ગરીબ લોકો પણ દેશમાં સોનાની ખરીદી  કરે છે. ગત વર્ષે કરવામાં આવેલ આઈસીઈ 360 સર્વેક્ષણનો  ઉલ્લેખ કરતા રિપોર્ટમાં કહ્યુ છે કે ભારતનાદરેક બે ઘરમાંથી એકે છેલ્લા પાંચ વર્ષોમાં સોનાની ખરીદી કરી છે. એકંદરે દેશમાં 87 ટકા ઘરોમાં પીળી ધાતુનો જથ્થો છે.

સૌથી ઓછી આવક મેળવનાર પરિવારો પાસે પણ થોડુંક ગોલ્ડ હોય છે. જો કે અમીર ભારતીયો ગરીબોની સરખામણીએ સોના પર વધુ ખર્ચ કરે છે. મધ્યમ આવક ધરાવતા વર્ગમાં સોનાની ખરીદી લગ્ન દરમિયાન જ કરવામાં આવે છે પરંતુ વધુ આવક ધરાવતા વર્ગ દ્વારા સોનાની ખરીદી ભેટ સોગાતો, વ્યક્તિગત ઉપયોગ, પૂજાકરવા કે ધનતેરસ જેવા તહેવારોએ કરવામાં આવે છે. ગરીબ અને ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગ માટે સોનુ આર્થિક સુરક્ષા તરીકે કાર્ય કરે છે. ગરીબ અને મધ્યમ વર્ગ તબીબી કટોકટીઓ અથવા નાણાકિય કટોકટીમાં ગોલ્ડ લોન લે છે. જે સૂચવે છે પૂરતો વિમો કે નાણાકિય બચતની ગેરહાજરીમાં સોનુએ વીમા તરીકેનુ કામ કરે છે તેમ રિપોર્ટમાં જણાવવમાં આવ્યુ છે.

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!