ફેબ્રુઆરીમાં રિટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ ઉછાળો, 2.93 ટકા

february gdp 2019

શાકભાજી અને અનાજ સહિતની ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ વધવાને કારણે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૨.૯૩ ટકા થયો છે તેમ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૨.૭૬ ટકા હતો જ્યારે ફેબુ્રઆરી, ૨૦૧૮માં ૨.૭૪ ટકા હતો. 

આ સપ્તાહની શરૃઆતમાં જ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. ફેબુ્રઆરીમાં રિટેલ ફુગાવો વધીને ૨.૫૭ ટકા નોંધવામાં આવ્યો હતો. જે ચાર મહિનાની સર્વોચ્ચ સપાટી દર્શાવે છે. ખાદ્યાન્ન વસ્તુઓના ઉંચા ભાવને કારણે ફેબુ્રઆરીમાં રિટેલ ફુગાવામાં પણ વધારો થયો હતો.

આજે જારી કરાયેલા જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાના આંકડા મુજબ ફેબુ્રઆરીમાં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો ૪.૨૮ ટકા હતો. જાન્યુઆરી, ૨૦૧૯માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો ૨.૩૪ ટકા હતો. માસિક દરે જોવામાં આવે તો કઠોર, ડાંગર, ઘંઉ, દાળ, શાકભાજી, ફળો, ઇંડા, માંસ અને માછલીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

આ દરમિયાન ડિસેમ્બર, ૨૦૧૮નો જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૩.૮૦ ટકાથી ઘટાડી ૩.૪૬ ટકા કરવામાં આવ્યો છે. રિટેલ અને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાના આંકડા જાહેર થયા પછી હવે સૌની નજર આગામી મહિને મળનારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક પર રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter