ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ સિનયિર એડવોકેટનો દરજ્જો પરત લેવા સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશનની સુનાવણી આજે હાથ ધરાઇ હતી. જેમાં યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી હતી અને ખાતરી આપી હતી કે હવે ફરી આવં ક્યારેય નહીં થાય. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી 26મી ઓગસ્ટના રોજ નિયત કરી છે. આ સમયગાળામાં હાઇકોર્ટ તેમના કેસ અંગે નિર્ણય કરે તેવો આદેશ પણ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે એડવોકેટ ઓઝાને નાની વયે સિનિયરનો દરજ્જો મળ્યો છે તેથી જુનિયરો માટે આદર્શરૂપ કામ કરે તેવું નિવેદન જસ્ટિસ કૌલ આપ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ અજય રસ્તોગી સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ અજય રસ્તોગી સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યતીન ઓઝાનો સિનિયર એડવોકેટનો દરજ્જો પરત લેવાના હાઇકોર્ટના ફુલ કોર્ટ નિર્ણયને પડકારતી અરજીની સુનાવણીમાં યતીન ઓઝા તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ રજૂઆત કરી હતી કે યતીન ઓઝાની ફરિયાદ કોઇ ન્યાયમૂર્તિ સામે નહીં પરંતુ રજિસ્ટ્રી સામે હતી. લોકડાઉનના કારણે વકીલોને ફૂડ ડિલીવરી બોય બનવાનો વારો આવ્યો છે, આવી વિષમ પરિસ્થિતિના કારણે લાગણી અને આવેશના કારણે યતીન ઓઝાએ આ નિવેદન આપ્યું હતું.

યતીન ઓઝાની ફરિયાદ કોઇ ન્યાયમૂર્તિ સામે નહીં પરંતુ રજિસ્ટ્રી સામે હતી
તેમણે હાઇકોર્ટની કન્ટેમ્પ્ટ કાર્યવાહીમાં માફી માગવા તૈયાર છે અને અત્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ માફઈ માગવા તૈયાર છે. સિનિયર એડવોકેટના ગાઉન વગર તેઓ હાલ વકીલાત કરી રહ્યા છે અને તેમાંથી ઘણો બોઠપાઠ મળી રહ્યો છે.જસ્ટિસ કૌલે આ રજૂઆતના જવાબમાં કહ્યું હતું કે આવી રીતે લાગણીઓમાં તણાઇ જવું યોગ્ય નથી. લાગણીઓ વ્યક્ત કરવાના અન્ય રસ્તાઓ પણ છે. જસ્ટિસ કૌલે ટકોર કરી હતી કેે ગુજરાત હાઇકોર્ટ પાસે સમૃદ્ધ વારસો છે. બેન્ચ સામે કોઇ પ્રશ્નો હોય તો બાર હંમેશા તેની રજૂઆત કરી શકે છે પરંતુ આ પ્રશ્નો રજૂ કરતા સમયે ઉપયોગમાં લેવાતી ભાષાનું પણ ધ્યાન રાખવું જોઇએ. યતીન ઓઝાને ખૂબ નાની ઉંમરમાં સિનિયર એડવોકેટનો દરજ્જો મળ્યો હતો, તેમણે નવી પેઢીના વકીલો માટે આદર્શ બનવું જોઇએ.
યતીન ઓઝાએ સુનાવણીમાં જોડાઇ રજૂઆત કરી
યતીન ઓઝાએ સુનાવણીમાં જોડાઇ રજૂઆત કરી હતી કે સિનિયર એડવોકેટનું પદ વગર આટલા દિવસ સુધી રાખી પૂરતી સજા આપી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ ક્રિપાલના કાર્યકાળ દરમિયાન નાની વયમાં મને સિનિયર એડવોકેટનો દરજ્જો મળ્યો હતો અને 42 વર્ષની ઉંમરે જસ્ટિસ ધર્માધિકારીના કાર્યકાળમાં મને જજ તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પણ થયો હતો પરંતુ મેં આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.

સુનાવણી દરમિયાન અન્ય કેસ માટે હાજ રહેલા સિનિયર એડવોકેટ દુષ્યંત દવેએ ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે હું અન્ય કેસમાં રજૂઆત કરવાનો છુ પરંતુ ગુજરાત હાઇકોર્ટ મારી પેરેન્ટ હાઇકોર્ટ છે અને યતીન ઓઝાને ઘણાં સમયથી ઓળખું છું. જ્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે મેં તમને ફોન કરી ઠપકો આપ્યા હતો, પરંતુ તેમને બિનશરતી માફી માગવાનો મોકો આપવો જોઇએ. તેમની કારકિર્દીનો આવી રીતે ધ્વંસ ન થવો જોઇએ અને તેમના દ્વારા કરવામાં આવેલા કામો પર પાણી ન ફરી વળવું જોઇએ.
READ ALSO
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા
- અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?
- પોલીસે 30 કિ.મી પીછો કરીને ઝડપ્યા, વડોદરામાં 3 રોમિયો રિક્ષામાં જતી યુવતીને કરતાં હતાં પરેશાન