GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ગુજરાત રોગચાળાના ભરડામાં, હાઈકોર્ટે કહ્યું ફક્ત જાહેરાતો કરવાથી કંઇ ના વળે

રાજ્યમાં સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુ જેવા રોગોએ માઝા મુકી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. 2016માં સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુના રોગો મામલે થયેલી જાહેર હિતની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુના રોગોમાં રાજ્ય સરકારે શું કાર્યવાહી કરી છે તેની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે સરકાર ફક્ત જાહેરાતો કરી પોતાની ફરજ નિભાવી રહી છે. અરજદાર દ્વારા જણાવાયું હતું કે રાજ્યમાં માત્ર 8 જિલ્લાઓમાં જ સ્વાઇન ફ્લુ ટેસ્ટિંગની સુવિધા છે. સ્વાઇન ફ્લુ જેવા રોગોના કારણે મૃત્યુ પામનારને યોગ્ય વળતરની ચુકવણી કરવાની માંગ પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં સ્વાઇનફ્લૂનો ઉથલો, અમદાવાદીઓ રાખે સૌથી વધુ સાવચેતી

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં દિનપ્રતિદીન વધારો નોંધાઇ રહ્યો છે. સોમવારે ૬૪ કેસો નોંધાયા હતાં ત્યાં મંગળવારે સતત બીજા દિવસે પણ સ્વાઇન ફ્લૂના વધુ 68 કેસો નોંધાતા રાજ્ય આરોગ્ય વિભાગ ચિંતિત બન્યુ છે. આ સિઝનમાં૨૪ કલાકમાં ૬૮ કેસો નોંધાયા હોય તેવી પ્રથમ ઘટના બની છે.

સિઝનમાં સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યા વધીને ૭૮૭ થઇ છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂ ૨૧ જણાંને ભરખી ગયો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરત,વડોદરા,રાજકોટ,આણંદમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ નોંધાયા છે .અમદાવાદ સિવિલમાં જ ૧૯ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.

Related posts

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada

OMG! વરરાજાએ એકસાથે બે દુલ્હનની સાથે લીધા સાત ફેરા, કારણ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર આપશે 15-15 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!