GSTV

હાઇકોર્ટે સરકારને કરી કઠોર ટકોર, ઘાતક વાયરસના ટેસ્ટિંગ મામલે આ રાજ્ય તળિયે

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘાતક મહામારી અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણીનો વિસ્તૃત આદેશ આજે જારી કરવામાં આવ્યો છે. જેમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે કોરોના વાયરસના ટેસ્ટિંગની યાદીમાં ગુજરાત તળિયે છે, તેથી રાજ્ય સરકારને અપીલ કરવામાં આવે છે કે ટેસ્ટિંગ વધારવામાં આવે.

વાયરસના ટેસ્ટિંગની યાદીમાં ગુજરાત તળિયે

રાજ્ય સરકાર એવી રજૂઆત કરી રહી છે કે ટેસ્ટની ચોકસાઇ 70 ટકા જ હોવાથી ટેસ્ટિગમાં વધારો કરાઇ રહ્યો નથી, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આઇ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ) તેમજ વિશ્વભરના સ્વાસ્થય નિષ્ણાતો કોરોના વાયરસને ફેલાતો અટકાવવા ટેસ્ટિંગમાં વધારો કરવા પર ભાર મૂકી રહ્યા છે. તેથી સરકાર ટેસ્ટિંગ વધારવાની કામગીરી કરે તે જરૂરી છે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ કોરોનાના સુઓમોટો અંગે થયલી વિવિધ પિટિશનોની સુનાવમી હાથ ધરાઇ હતી. જેમાં રાજ્ય સરકારે લીધેલાં વિવિધ પગલાંઓનો રિપોર્ટ રજૂ કર્યો હતો.

કોરોનાના સુઓમોટોમાં સરકારને સૂચન

રાજ્યના 11 જિલ્લાઓમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ન હોવાના મુદ્દે હાઇકોર્ટે નોંધ્યું છે કે ભરૂચ, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, બોટાદ, ખેડા, મોરબી, છોટા ઉદેપુર, આણંદ અને અ રવલ્લીમાં ટેસ્ટિંગ લેબોરેટરી નથી. આ અગિયાર પૈકીના નવ જિલ્લામાં ગત અઠવાડિયે કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. જેથી આ જિલ્લાઓમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત કરવાનો આદેશ શા માટે ન કરવામાં આવે તેની સ્પષ્ટતા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે.  સુઓમોટોની વધુ સુનાવણી ચોથી સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.

અમદાવાદનું ઉદાહરણ સામે હોવા છતાં સુરતમાં બેદરકારી શા માટે ?

સુરતની પરિસ્થિતિને ધ્યાને રાખી હાઇકોર્ટે નોંધ્યું છે કે ગત મહિને અમદાવાદ કરતાં સુરતમાં વધુ કેસો નોંધાયા છે, રાજ્યમાં હવે અમદાવાદ નહીં પરંતુ સુરત અને આસપાસના વિસ્તારો કોરોનાનું હોટસ્પોટ બન્યા છે. સુરતમાંથઈ 18 લાખ લોકોએ અન્ય રાજ્ય તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં હિજરત કરી હોવા છતાં સુરતમાં આટલાં કેસો નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં શું બન્યું તેની સાક્ષી હોવાથી સરકારે સુરતની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં કાળજી દાખવવાની જરૂર હતી. કોર્ટને એવી જાણકારી આપવામાં આવી છે કે રાજ્ય સરકાર અને સુરત શહેરના વહીવટી વિભાગે મોડી કાર્યવાહી શરૂ કરી હોવાના કારણે અત્યારે આવી પરિસ્થિતિ સર્જાઇ છે. રાજ્યના સ્વાસ્થય વિભાગને પણ જાણકારી હતી કે નજીવા સમયમાં સુરતમાં કેસો વધશે.

કોર્ટને એવી જાણકારી આપવામાં આવી છે કે અહીં સમયસર ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી નહોતી. કોરોના સામે કામગીરી માટેના ‘અમદાવાદ મોડેલ’ની નકલ કરી પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્ન કરવાની જરૂર હતી. સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં અત્યારે કેસો ખૂબ વધ્યા છે અને સુરતમાં મૃત્યુદર પણ ઉંચો છે. તેથી સરકારે અત્યાર સુધી સુરતમાં કઇ કાર્યવાહી કરી, ત્યાં સારવાર માટેની ઉપલબ્ધ સુવિધાઓ તેમજ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના કારીગરો માટે કરાયેવી વ્યવસ્થા અંગે સરકાર શક્ય હોય તેટલી જલદી રિપોર્ટ ફાઇલ કરે તેવો આદેશ આપવામાં આવે છે.

રાજસ્થાન હોસ્પિટલ પાસેથી હજુ સુધી દંડ શા માટે નથી લેવાયો ?

રાજસ્થાન હોસ્પિટલમાં સમયસર એડમિશન ન મળતા હોસ્પિટલના દરવાજા પર જ એક કોરોના દર્દીનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં રાજસ્થાન હોસ્પિટલને કોર્પોરેશને 77 લાખ રૂપિયાનો દંડ કર્યો હોવા છતાં આ દંડની વસૂલાત ન થતા હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે કોરોના કાળમાં અમદાવાદમાં ઘટેલી આ સૌથી દુ:ખદ ઘટના છે, પરંતુ હજુ સુધી આ હોસ્પિટને કરાયેલો દંડ વસૂલવામાં આવ્યો નથી. આ ઉપરાંત આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ ઉપલબ્ધ હોવા છતાં સરકારે આ રિકવર કરી કોઇ કાયદેસર કાર્યવાહી કરવાનું વિચાર્યું છે કે નહીં તે અંગે પણ કોઇ માહિતી નથી.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!