કોરોનાના સંક્રમણને રોકવા માટે માસ્ક ન પહેરાનારાં સામે કડક વલણ દાખવવા ગુજરાત હાઇકોર્ટે સરકાર ફટકાર લગાવી હતી ત્યારબાદ રાજ્ય સરકાર જાણે સફાળી જાગી હતી. જોકે,રાજ્ય સરકાર કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા કટિબદ્ધ છે.ઉલ્લેખ કરતાં રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોર કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે માસ્ક ન પહેરાનારાને કોવિડ કેર સેન્ટરમાં ફરજ સોંપવા અંગે સરકાર આખરી નિર્ણય કરશે.કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા જરૂર પડે સરકાર વધુ કડકાઇ દાખવી પગલાં લેશે . સૂત્રોના મતે, એકાદ દિવસમાં આ મામલે કડક વલણ અખત્યાર કરી રાજ્ય સરકાર નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે.

એકાદ દિવસમાં આ મામલે કડક વલણ અખત્યાર કરી રાજ્ય સરકાર નિર્ણય જાહેર કરે તેવી શક્યતા
ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધ્યુ હતું જેને કાબૂમાં લેવા રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રી કરફયુ અમલી બનાવ્યો છે. કોરોનાના દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં જરૂરી બેડ સહિતની સુવિધા વધારાઇ છે.કોરોનાને કાબૂમાં લેવા સરકારે લીધેલાં પગલાંની વિગતો આપતાં રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ મેડીસીટીમાં 160 બેડ ,સોલા હોસ્પિટલમાં 150 બેડ, કીડની હોસ્પિટલમાં 168 બેડ વધારાયાં છે.

ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધ્યુ
સરકારના આ પગલાંને લીધે રાજ્યમાં મૃત્યુદર ઘટીને 1.90 ટકા થયો છે જયારે રિકવરી રેટ વધીને 91.06 ટકા સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત કોરોનાના ટેસ્ટમાં પોઝીટીવીટી રેટ 16.15 ટકા હતો જે ઘટીને હવે માત્ર 2.68 ટકા થયો છે. આરટી-પીસીઆર ટેસ્ટના ખાનગી લેબમાં ભાવ રૂા.1500થી ઘટાડીને રૂા.800 કરાયાં છે જેથી લોકોને આિર્થક રાહત થશે. લગ્ન-મેળાવડાં અને સામાજીક પ્રસંગોમાં કોવિડની માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સરકારે દિશા નિર્દેશ આપ્યા છે અને તેનુ ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યુ છે. નાગરિકો પણ કોરોનાના સંક્રમણને રોકવા સરકારના પ્રયાસોમાં સાથ સહકાર આપી રહ્યાં છે તે બદલ ગૃહમંત્રીએ રાજ્યના નાગરિકોનો આભાર માન્યો હતો.
લોકોની જનમેદની ઉમટવાની ઘટનામાં સરકારે જિલ્લા પોલીસને કાર્યવાહી કરવા આદેશો કર્યાં
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ શહેરમાં વિવિધ સ્ટોરમાં કરાયેલાં ટેસ્ટની માહિતી આપતા જણાવ્યું કે, 10 હજારથી વધુ સુપર સ્પ્રેડરના ય ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. તાપીમાં પૂર્વ મંત્રી કાંતિ ગામીતના ઘેર સામાજીક પ્રસંગે લોકોની જનમેદની ઉમટવાની ઘટનામાં સરકારે જિલ્લા પોલીસને કાર્યવાહી કરવા આદેશો કર્યાં છે.

કોરોનાના ટેસ્ટમાં પોઝીટીવીટી રેટ 16.15 ટકા હતો જે ઘટીને હવે માત્ર 2.68 ટકા થયો
કાંતિ ગામીત સહિત કુલ 18 લોકોની ધરપકડ કરાઇ છે જયારે સોનગઢ પી.આઇ સી.કે.ચૌધરીને સસ્પેન્ડ કરાયાં છે. હવે માસ્ક ન પહેરનારાંને કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવવી પડશે. મોડી સાંજે સીએમ નિવાસસૃથાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. એકાદ દિવસમાં જ માસ્ક ન પહેરનારાંને કોવિડ કેર સેન્ટરમાં કેટલાં દિવસ-કેવા પ્રકારની ફરજ સોંપાશે તે મુદ્દે સરકાર નિર્ણય જાહેર કરી શકે છે.
READ ALSO
- અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી
- પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી
- ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો
- રસીકરણ/ અમદાવાદ શહેરમાં ત્રણ હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન, રસી કેન્દ્રોની સંખ્યામાં થયો વધારો