મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા મોટું નિવેદન આપતા કહ્યું છે કે જો એક પણ ધારાસભ્ય તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માટે તૈયાર નથી તો તેઓ રાજીનામું આપી શકે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે આજે પણ શિવસેના એક હિન્દુત્વવાદી પક્ષ છે.

- અમે લાંબા સમયથી કોંગ્રેસ અને NCPની વિરુદ્ધ હતા. પરંતુ શરદ પવારે એક બેઠકમાં કહ્યું કે મારે તમારી સાથે વાત કરવી છે. જવાબદારી તમારા ખભા પર આપવાની છે.
- શરદ પવારે મને મુખ્યમંત્રી બનવાની વાત કરી, જો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી કહે છે તો તુરંત રાજીનામું આપવા તૈયાર છું
- સોનિયા ગાંધીએ અમારા પર વિશ્વાસ કર્યો, આજે કમલનાથે ફોન કરીને કહ્યું કે, અમે બધા તમારી સાથે છીએ.
- ભાજપ સતત દુષ્પર્ચાર કરી રહી છે અને કહે છે હું મુખ્યમંત્રીને લાયક નથી.
- મને મુખ્યમંત્રી પદ છોડવામાં કોઈ મુશ્કેલી નથી પરંતુ મારી સિવાય કોઈ શિવસેનાનો મુખ્યમંત્રી બને તો મને ખુશી થશે.
- એકનાથ શિંદે તરફ ઈશારો કરતા કુહાડી પણ લાકડીને હોય છે જેના દ્વારા વૃક્ષને કાપવામાં આવે છે
- હું રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઈ મજબૂરી નથી, હું કોઈના પર નિર્ભર નથી.
- બાગી ધારાસભ્યો માટે સીએમ ઠાકરે કહ્યું કે, નારાજ એએમએલે આવે, ખુરશી છોડવા તૈયાર છું
- આ મારું નાટક નથી હું તમારી સાથે આવવા તૈયાર છું… કોની પાસે કેટલા નંબર છે તેની મને કોઈ પરવા નથી.
- ગુવાહાટી ગયેલા શિવસેનાના ધારાસભ્યો અંગે ઠાકરે કહ્યું કે, હું જેમને પોતાના માનું છે તે ગુવાહાટી ગયા છે જે મારી સાથે વાત કરે.
શિવસૈનિક તરીકે તમે ગમે તે સમયે મારી જોડે ગમે તે માંગણી કરી શકો છો પરંતુ જે માંગણીએ છે તે સામે આવીને કરો. દરેક માટે મારા દરવાજા ખુલ્લા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમને હું CM પદે યોગ્ય નથી લાગતો તો આવો અને મને કહો, તમે આપો એ ઉમેદવારને સીએમ બનાવવા માટે ભલામણ કરીશ. સમસ્યા હોય તો સાર્વજનિક કેમ કરો છો.
તેમણે તમામ બાગી થયેલ ધારાસભ્યોને ટકોર કરતા કહ્યું કે કોઈપણ શિવસૈનિક મહારાષ્ટ્ર સાથે દગો નહિ કરે. પદ તો આવે છે અને જાય છે પરંતુ દરેક માણસની સાચી કમાઈ તો તેણે કમાવેલ ઈજ્જત જ છે. સત્તા જશે તો પણ કઈં વાંધો નથી જનતા પાસે જઈને વોટ માંગીશું.