GSTV
Home » News » મહા વાવાઝોડાને લઈને આવ્યા મહત્વના સમાચાર, વાવાઝોડું હવે રાજ્યનાં દરિયા કિનારે નહી ટકરાય

મહા વાવાઝોડાને લઈને આવ્યા મહત્વના સમાચાર, વાવાઝોડું હવે રાજ્યનાં દરિયા કિનારે નહી ટકરાય

મહા વાવાઝોડાંની તીવ્રતામાં ઘટાડો નોંધાતાં રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વાવાઝોડુ નબળુ પડતા  દરિયાઇ પટ્ટી વિસ્તારમાંથી સ્થળાંતર નહિ કરવાનો પ્રાથમિક તબક્કે નિર્ણય લેવાયો છે. કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે.

મહત્વનુ છે કે મહા વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારે 70 થી 80 પ્રતિ કલાક ગતિથી ટકરાવવાની શક્યતા છે. આવામાં સરકાર સમગ્ર સ્થિતી પર નજર રાખી રહી છે.મુખ્યમંત્રી રૂપાણી પ્રતિ બે કલાકે વાવાઝોડાં અંગે રીપોર્ટ મેળવી રહ્યા છે.

મહા વાવાઝોડું ફંટાઈ રહ્યું છે હવે ચિંતા કરવાની જરૂર નથી તેવું કૃષિ પ્રધાન આર સી ફળદુએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું કે લોકોએ રાજ્યમાં બીજા સ્થળે સ્થળાંતર કરવાની જરુર નથી. વાવાઝોડાની ગતિમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.

મહા વાવાઝોડાનું સંકટ હવે ગુજરાત પરથી ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયા કિનારને ટકરાશે નહી. વાવાઝોડું સિવિયર સાયકલોન બન્યું  છે.  જે પોરબંદરથી 450, વેરાવળથી 490 અને  દીવથી 540 કિલોમીટર દૂર છે.

વાવાઝોડાના કારણે આજે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ગુરૂવારે સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડશે.  આ વાવાઝોડું દીવના દરિયાકાંઠાથી 40 કિમી દૂર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.  અને 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

Related posts

સુરતમાં ફાયર વિભાગનો સપાટો, ફાયર સેફ્ટીના અભાવે 144 દુકાનો સીલ

Bansari

એનસીપી અને બીજેડી પર એમ જ નથી ઉભરાયો પીએમ મોદીને પ્રેમ, વખાણમાં પણ છે આ રાજકારણ

Karan

સિયાચીનમાં બરફના તોફાનનો કહેર, હિમપ્રાતનાં કારણે 4 જવાનો સહિત 6નાં મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!