GSTV

અમેરિકાની યેલ-સ્ટેનફોર્ડ સહિતની નામાંકિત યુનિવર્સિટીઓમાં એડમિશનમાં મહાકૌભાંડ, 50ની ધરપકડ

yale university scandal

Last Updated on March 14, 2019 by Alap Ramani

અમેરિકાની સ્ટેનફોર્ડ અને યેલ જેવી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેના ૨૫૦ લાખ ડોલર (૧૭૩ કરોડ)ના મહાકૌભાંડમાં હોલિવુડની બે ટોચની અભિનેત્રીઓ, કેટલીક કંપનીઓનાં સી.ઈ.ઓ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ જેવા મહાનુભાવો સહિતના ૫૦ જેટલા ધનાઢય વાલીઓની ધરપકડ કરાઇ છે. 

જાણીતી યુનિવર્સિટીઓમાં પોતાના સંતાનોના એડમિશન માટે નામાંકિત અને ધનવાન વાલીઓએ છેતરપિંડી, લાંચ અને ખોટા સર્ટિફિકેટસનો ઉપયોગ કર્યો હોવાના ગંભીર આક્ષેપો થતા સમગ્ર અમેરિકાની શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે.

ફેડરલ્સ પ્રોસિક્યૂટર્સના જણાવ્યા મુજબ અમેરિકામાં અત્યાર સુધીમાં બહાર આવેલા કૌભાંડ પ્રવેશ કૌભાંડમાં આ સૌથી મોટું કૌભાંડ છે. અમેરિકાના છ રાજયોની યુનિવર્સિટીઓ સુધી કૌભાંડ ફેલાયેલું છે. અમેરિકાની અત્યંત નામાંકિત યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેનું આ મહાકૌભાંડ નીતિમત્તાની તમામ સીમા વળોટતુ અત્યંત નિમ્ન કક્ષાનું કૌભાંડ છે.

અમેરિકાના વગવાળા વાલીઓ પ્રથમ હરોળની યુનિવર્સિટીઓમાં તેમના દીકરા – દીકરીઓને પ્રવેશ અપાવવા માટે સ્કોલેસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ ( SAT) અને અમેરિકન કોલેજ ટેસ્ટિંગ (ACT) જેવા એડમિશન ટેસ્ટમાં લાંચ આપીને વધારે માર્કસ મુકાવી દેતા હતા. ACT  અને SAT પરીક્ષામાં જે વિદ્યાર્થીના વધારે માર્કસ આવે તેમને પ્રથમ હરોળની નામાંકિત યુનિવર્સિટીઓમાં એડમિશન મળી જાય છે.

યુ.એસ.એટર્ની એન્ડ્રયુ લેલિંગના જણાવ્યા મુજબ પ્રવેશ મહાકૌભાંડના સૂત્રધાર વિલિયમ રીક સિંગર કોલેજ એડમિશન ટેસ્ટમાં સારા માર્કસ મુકી આપવા માટે ધનાઢય વાલીઓ પાસે હજારો ડોલર લેતો હતો. તે ઉપરાંત સ્પોર્ટસ કોચ સાથેના તેના સારા સંબંધોનો ઉપયોગ કરીને તે વગદાર વાલીના સંતાન માટે સ્પોર્ટસ મેચોમાં ભાગ લઇ સારો દેખાવ કર્યો હોવાના  સર્ટિફિકેટસ લખાવી લેતો હતો. પ્રવેશ કૌભાંડમાં કુલ ૫૦ લોકો સામે કેસ નોંધાયા છે.

SAT  અને ACT પરીક્ષાના બે એડમિનિસ્ટ્રેટર્સ, યુનિવર્સિટીઓના નવ સ્પોર્ટસ કોચ, એક કોલેજ એડમિનિસ્ટ્રેટર અને ૩૩ વાલીઓની ધરપકડ કરાઈ હોવાનું બોસ્ટનમાં એટર્ની લોલિંગ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ. ‘ધ કી’ નામની બહુ ઓછી જાણીતી કંપનીના સી.ઇ.ઓ. વિલિઅમ રીક સિંગરને ધનાઢય વાલીઓએ બધુ મળીને ૨૫૦ લાખ ડોલર ચુકવ્યા હોવાનું એટર્ની લેર્લિંગે કોર્ટને જણાવ્યું હતું.

‘ધ કી’ કંપનીની વેબસાઇટમાં કંપનીના સી.ઇ.ઓ. સિંગર વિષે લખાયું છે કે સિંગર કોલેજ કાઉન્સેલિંગ કંપનીના ‘માસ્ટર કોચ’ છે.

ધનવાન વાલી પાસે હજારો ડોલર લાંચ લઇને વિલિઅમ સિંગર આવા વાલીના સંતાનને બદલે એડમિશન ટેસ્ટમાં માર્ક રિડલ નામના બીજા યુવાનને પરીક્ષા આપવા બેસાડી દેતો હતો. અને આવા ભળતા જ યુવાનને એડમિશન ટેસ્ટમાં બેસાડવા માટે વિલિઅમ સિંગર ટેસ્ટ એડમિનિસ્ટ્રેટરને લાંચ આપતો હતો.

લોસ એન્જેલસમાં SAT અને ACT પરીક્ષા લેનાર એડમિનિસ્ટ્રેટર ઇંગોર વોસ્કિ સામે પણ કાવતરૃ ઘડવાનો આરોપ મુકાયો છે.

એડમિશન ટેસ્ટમાં પ્રોક્સી તરીકે બીજાને બેસાડી ઊંચા માર્કસ મેળવી લેવા માટે વિલિઅમ સિંગરને વાલીઓ ૧૫૦૦૦થી ૭૫૦૦૦ ડોલર જેટલી લાંચ આપતા હતા.

હોલિવુડની હિરોઇન ફેલિસિટિ હફમેને તેની પુત્રીને એડમિશન ટેસ્ટમાં વધુ માર્કસ અપાવવા માટે ચેરિટિના નામે સિંગરને ૧૫૦૦૦ ડોલર ચુકવ્યા હોવાનો આરોપ મુકાઓ છે. તેની દીકરીને આગલા વર્ષે SAT  ટેસ્ટમાં ૧૦૨૦ માર્કસ મળ્યા હતા પરંતુ સિંગરને ૧૫૦૦૦ ડોલર ચુકવ્યા પછી આ વર્ષે આપેલી પરીક્ષામાં તેને ૧૪૨૦નો સ્કોર મળ્યો હતો.

કોલેજ એડમિશનમાં સ્પોર્ટસ કોચનો કોઇ સીધો અભિપ્રાય નથી લેવાતો પરંતુ કોચ દ્વારા જેને સારા એથલેટ્સનું પ્રમાણપત્ર અપાય તેને એડમિશનમાં અગ્રીમતા અપાતી હોવાથી કોલેજના સ્પોર્ટસ કોચ પાસેથી આવા સર્ટિફિકેટ્સ મેળવવા લાંચ અપાતી હોવાનું પુરવાર થયું છે.

વિદ્યાર્થીએ ક્યારેય કોઇ સ્પોર્ટસમાં ભાગ લીધો ન હોય છતાં તેને લાંચના જોરે કોચનું સર્ટિફિકેટ મેળવી આપવા વિલિઅમ સિંગર વચેટીયાની ભૂમિકા ભજવતો હતો.

વિલિઅમ સિંગરે ફેડરલ કોર્ટમાં જજ સમક્ષ કબૂલાત કરી હતી કે હું સ્પોર્ટસ કોચને લાંચ આપતો હતો અને મેં કોચને વારંવાર લાંચ આપી બોગસ સર્ટિફિકેટ્સ મેળવ્યા છે.

વિલિઅમ સિંગર લાંચની રકમ’ ધ કી વર્લ્ડવાઇડ ફાઉન્ડેશન’ ના નામે ચેરિટિ તરીકે લેતો હતો. વિલિઅમે એન.જી.ઓ. જેવી આ સંસ્થા વાલીઓ પાસેથી લાંચની રકમ લેવા માટે જ ઉભી કરી હતી.

પરંતુ આ રકમ ચેરિટી તરીકે વાપરવાનાં બદલે સિંગર સ્પોર્ટસ કોચ અને એથ્લેટિક્સ ઓફિસરોને લાંચ આપવામાં ઉપયોગ કરતો હતો. વિલિઅમ સિંગરના આ ‘ધ કી વર્લ્ડવાઇડ ફાઉન્ડેશન’ (કે.ડબલ્યુ.એફ.) નામની બોગસ ચેરિટિ સંસ્થાના બેન્ક ખાતાના ૫૨ લાખ ડોલર સત્તાવાળાઓએ સીઝ કરી દીધા છે.

લોરી લોગલિને તેની પુત્રીના એડમિશન માટે પાંચ લાખ ડોલર લાંચ આપી

હોલિવુડની બીજી એક અભિનેત્રી લોરી લોગલિન અને તેના પતિએ તેમની બે પુત્રીઓને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાની ક્રુ ટીમમાં રિક્રુટસ તરીકે લેવા માટે ૫ લાખ ડોલરની લાંચ આપી હતી. લોરી લોગલિનની બે છોકરીઓએ ક્યારેય ”કોકસ્વેઇન” (હલેસા મારીને હોડી ચલાવવાની સ્પર્ધા) ઇવેન્ટમાં ભાગ લીધો નહોતો છતાં તેને સધર્ન કેલિફોર્નિયા યુનિ.માં પ્રવેશ આપી દેવાયો હતો. ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને (એફ.બી.આઇ.) લોગલિનની ધરપકડ માટે વોરન્ટ ઇસ્યૂ કર્યૂ હતું. લોગલિનના પતિ મોસિઓ ગીઆનુલિની ધરપકડ કરાઇ છે.

એડમિશન કૌભાંડમાં સંડોવાયેલા કેટલાક વગદારો

(૧) વિલિઅપ રીક સિંગર – એડમિશન મહાકૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને ‘ધ કી વર્લ્ડવાઇડ ફાઉન્ડેશન’નો સી.ઇ.ઓ. (૨) અલી ખોરોશાહીન (કેલિફોર્નિઆ) યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાની વુમન્સ સોકરની પૂર્વ હેડ કોચ (૩) જોર્ગ સાલ્સેડો – (લોસ એન્જેલસ) યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિઆ લોસ એન્જેલસની મેન્ટા સોકરના પૂર્વ હેડ કોચ (૪) જોવાન વાવિક (કેલિફોર્નિઆ) યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિઆના વોટર પોલોનો કોચ 

લાંચ આપીને પોતાના સંતાનો માટે નામાંકિત યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લેનાર કેટલાક વગદાર વાલીઓના નામો

(૧) ગ્રેગોય એબોટ – ન્યૂયોર્કની ફુડ એન્ડ બેર્વરેજ પેકેજિંગ કંપનીના ફાઉન્ડર અને ચેરમેન (૨) ગમલ અબ્દેલાઝીઝ – (લાસ બેગાસ) મકાઉ, ચાઇનાની એક રિસોર્ટ અને કેસિનો કંપનીના ભુતપુર્વ એક્ઝિક્યુટિવ (૩) ફેલિસિટિ હફુમેન – હોલિવુડ એકટ્રેસ (૪) લોરિ લોગલિન અને – હોલિવુડ એકટ્રેસ તેના ફેશન ડિઝાઇનર પતિ મોસિમો ગીઆનુલી (૫) ટોડ બ્લેક, – (સાનફ્રાન્સિસ્કો) – ઇન્વેસ્ટર (૬) ડીઆન બ્લેક – (સાનફ્રાન્સિસ્કો) – કંપનીને એક્ઝિક્યુટિવ (૭) માઇકલ સેન્ટર (ઓસ્ટીન, ટેકસાસ) યુનિવર્સિટી ઓફ ટેકસાસનો મેન્સ ટેનિસ ટીમનો કોચ (૮) રોબર્ટ ફલેક્સમેન (કેલિફોર્નિઆ) રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મ ક્રાઉન રિઅલ્ટીના સી.ઇ.ઓ. (૯) ડગલાસ હોગ (કેલિફોર્નિઆ) ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીના (સી.ઇ.ઓ.) (૧૦) ઓગસ્ટેન હનીઅસ (સાનફ્રાન્સિસ્કો) નામાવેલીની વાઇન વિન્યર્ડ (દ્રાક્ષના બગીચાના માલિક)

Related posts

ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરીએન્ટથી હાહાકાર, 11 પ્રાંતોમાં ફેલાયો વાયરસ: પ્રવાસન સ્થળો પર લાગી રોક

pratik shah

હતા ત્યાંના ત્યાં / લોકડાઉન છતાં જગતનું પ્રદૂષણ પહોંચ્યુ રેકોર્ડ સ્તરે : હવે નહીં સુધરીએ તો ધરતીનું શું થશે?

Zainul Ansari

દેશમાં કોરોનાનું કમબેક! તહેવાર અને ચૂંટણીના માહોલ વચ્ચે ફરી નવ મહિના જૂની સ્થિતિ, ડેલ્ટા વેરિઅન્ટનો ખતરો યથાવત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!