GSTV
Home » News » ડાયટ ચાર્ટમાં હાઈ પ્રોટીન લેવાથી બનશો આ ખતરનાક બીમારી ભોગ, જાણો કેટલા પ્રમાણમાં લેવું જોઈએ

ડાયટ ચાર્ટમાં હાઈ પ્રોટીન લેવાથી બનશો આ ખતરનાક બીમારી ભોગ, જાણો કેટલા પ્રમાણમાં લેવું જોઈએ

જ્યારે પણ હેલ્દી ડાયટ ચાર્ટ બનાવવાની વાત થતી હોય છે, ત્યારે તેમાં પ્રોટીન સૌથી ઉપર હોય છે. કારણ કે, આપણા ડાયટમાં પ્રોટીનનો સમાવેશ કરવાથી ન તો માત્ર માંસપેશીયો મજબૂત થાય છે, પરંતુ વજન પણ ઓછુ કરવામાં મદદ મળે છે. સાથે જ તેના ઘણા ફાયદાઓ પણ મળે છે, પરંતુ શું તમે જાણ છો કે, હેલ્દી ડાયટ ચાર્ટમાં ટોપ પોઝીશન મેળવનાર પ્રોટીન શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ કે, હેલ્દી ડાયટ ચાર્ટમાં કેટલા પ્રમાણમાં પ્રોટીનની માત્રા રાખવી જોઈએ.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જો તમે દરરોજ નિશ્વિત માત્રાથી વધારે પ્રમાણમાં પ્રોટીનને તમારા ડાયટમાં સામેલ કરો છો તો, તમને કેન્સરની બીમારી થવાની શક્યતા 4 ટકા વધી જાય છે. ખાસ કરીને હાઈ પ્રોટીનવાળા ફુડ એટલે કે, રેડ મીટથી મળનાર પ્રોટીન લેવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. કારણ કે, રેડ મીટમાં કેન્સરજનક તત્વો મળી આવ્યા છે. સાથે જ રીપોર્ટમાં તે પણ સામે આવ્યું છે કે, રેડ મીટ ખાવાથી વધારે પ્રમાણમાં લોકોનું મૃત્યુ ડાયાબિટીસથી પણ થાય છે.

પ્રોટીનની માત્રા આ પ્રમાણે હોવી જોઈએ

માહિતી પ્રમાણે, કોઈપણ વ્યક્તિએ પોતાના વજનના પ્રતિ કિલોગ્રમના હિસાબથી 0.8 ગ્રામ પ્રોટીન ખાવુ જોઈએ. કારણ કે, પ્રોટીનને વધારે પ્રમાણમાં લેવાથી નુકસાન થઈ શકે છે. જેથી આ વાતનું ખાસ ધ્યાન રાખજો.આ રીસર્ચ 50 વર્ષથી વધુ ઉંમરના 6138 લોકો પર કરવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!