GSTV

કિંમતી કેરી/ કેરીના બગીચાની સુરક્ષા માટે 3 ગાર્ડ અને 9 કૂતરા, કિંમત છે 2.5 લાખ પ્રતિ કિલો

Last Updated on June 19, 2021 by Damini Patel

મધ્ય પ્રદેશના જબલપુરમાં એક કેરીના બગીચાની સુરક્ષા માટે ત્રણ ગાર્ડ અનવે નવ કૂતરા રાખવામાં આવ્યા છે. તમને થશે આ કેરીના બગીચામાં એવું તો શું છે? આ બગીચામાં જે પ્રકારની કેરી છે તે ખાસ છે. આ કેરી મૂળ જાપાનમાં જોવા મળે છે. જબલપુરના આ બગીચામાં જે કેરી ઉગાડવામાં આવી છે તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ 70 બજાર પ્રતિ કિલો છે.

કેરીની કિંમત આટલી વધારે હોવાના કારણે તેની સુરક્ષા માટેની ખઆસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેરીની સુરક્ષા માટે કૂતરાઓ અને ગાર્ડસ 24 કલાક બગીચામાં તહેનાત રહે છે. બગીચાના માલિક સંકલ્પે જણાવ્યું કે આ જાપાની કેરીનું નામ ટાઇયો નો ટમૈંગો છે. આ કેરીને એગ ઓફ સન એટલે કે સૂરજનું ઇંડુ પણ કહેવામાં આવે છે.

કિંમતી કેરીની સુરક્ષામાં વધારો

સંકલ્પ જણાવે છે કે ગયા વર્ષે આ કેરી ઘણી ચર્ચામાં આવી હતી. જેના કારણે તેમના બગીચામાંથી કેરીની ચોરી થઇ હતી. જેના કારણ તેમણે આ વર્ષે આ કિંમતી કેરીની સુરક્ષામાં વધારો કર્યો છે. આ કેરી જ્યારે પુરી પાકી જાય છે ત્યારે તે આછી લાલ અને પીળા રંગની થઇ જાય છે. આ સિવાય એક કેરીનું વજન પણ 900 ગ્રામ આસપાસ હોય છે.

કેરીની આ પ્રજાતિ જાપાનની અંદર ખાસ પ્રકારના વાતાવરણમાં ઉછેરવામાં આવે છે. જો કે સંકલ્પ સિંહ પરિહારે આ કેરીને પોતાની પડતર જમીનમાં ઉગાવી છે. સંકલ્પ જણાવે છે કે શરુઆતમાં 4 એકર બગીચામાં પહલા તેમણે આ કેરીના કેટલાક ઝાડ લગાવ્યા. ત્યાંથી શરુઆત બાદ ત્યારે તેમના 14 એકરના બગીચામાં 14 હાઇબ્રિડ તથા છ વિદેશી પ્રકારની કેરી થાય છે.

જાપાનીઝ મીડિયાની રિપોર્ટ પ્રમાણે આ કરીને દુનિયાની સૌથી મોંઘી કેરી સમજવામાં આવે છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીની કિંમત 2.5 લાખ રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી.

Read Also

Related posts

ગુજરાતની જનતા માટે મોટા સમાચાર: સરકારે આ 3 યોજનાને ભેગી કરીને હવે આ નામ રાખ્યુ છે, ખૂબ જ કામની છે આ યોજના

Pravin Makwana

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકો માટે માલિકી હક્ક મેળવવાનું સહેલું બન્યું, પૂર્વ મંજૂરી વિના ખુલ્લા માર્કેટમાં વેચી શકાશે

Pravin Makwana

મોંઘવારી: ઈતિહાસમાં પહેલીવાર કપાસિયા તેેલે સિંગતેલની સાઈડ કાપી, 10 રૂપિયા ઊંચા ભાવે થયા સોદા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!