GSTV

વિકાસ/ અમિત શાહની અધ્યક્ષતામાં હાઇ લેવલ બેઠક : અજિત ડોભાલ અને જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત

અમિત

Last Updated on June 19, 2021 by Damini Patel

ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીટ સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને જમ્મુ કાશ્મીરના ડીજીપી જિલબાગ સિંહ સહિત ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. આ પહેલા શુક્રવારના જ દિવસે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે મુલાકાત કરી હતી.

ગૃહ મંત્રાલયમાં બોલાવવામાં આવેલી આ હાઇ લેવલ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપરાંત હોમ સેક્રેટરી અજય ભલ્લા, આઇબીના ડાયરેક્ટર અરવિંદ કુમાર, રોના પ્રમુખ સામંત કુમાર ગોયલ, સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહ અને જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ હાજર હતા. આ ખાસ મિટીંગ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાંમાં ચાલી રહી છે.

ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથેની મુલાકાત દરમિયાન અમિત શાહે જમ્મુ કાશ્મમીરમાં થયેલા વિકાસના કાર્યોની સમીક્ષા કરી. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ કાશ્મીરનો સર્વાંગી વિકાસ અને કલ્યાણ મોદી સરકારની પહેલી પ્રાથમિકતા છે. મુલાકાત દરમિયાન તેમણે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને જમ્મુ કાશ્મીરમાં 76 ટકા અને અન્ય જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન ટાર્ગેટ મેળવવા બદલ શુભેચ્છા પણ આપી હતી.

Read Also

Related posts

સ્માર્ટ સિટી: પાર્કીંગ મામલે ૧૨ વર્ષ અગાઉ બહાર પડાયેલા જાહેરનામાનો નથી કોઈ અતોપતો, કોટ વિસ્તારના રહીશો અને મુલાકાતીઓ ત્રાહીમામ

Pravin Makwana

અમદાવાદ: નિર્ણય શકિતના અભાવથી મ્યુનિ.ના આસિટન્ટ કમિશનરો મામલે દસ મહિનાથી નિર્ણય લેવાતો જ નથી, મહિને થાય છે લાખોનો ખર્ચ

Pravin Makwana

ચંદ્ર પર પહેલો પગ બાહુબલીએ મૂક્યો હતો, વિચિત્ર જવાબ છતાં વિદ્યાર્થીને ૧૦માંથી ૧૦ માર્ક્સ મળ્યાં

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!