GSTV
Gujarat Government Advertisement

રોપવેનું દોરડુ ગળાનો ફાંસો બની જવાનો ભાજપ અને કાંગ્રેસ બંને પક્ષોને ડર, બંને પક્ષોએ ભાડું ઘટાડવાની કરી તરફેણ

Last Updated on October 26, 2020 by

જ્યારે લોકજુવાળ હોય ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ એ સમજીને એક થઇ જાય છે અને લોકોના ફાયદાની વાત કરવા લાગે છે. આવું જ કંઇક જૂનાગઢના ગિરનાર રોપવેમાં થયું છે ઉંચા ભાડાને લઇને લોકજુવાળને જોતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને એ વાતની સમજ આવી ગઇ છે કે રોપવેનું દોરડું ક્યાંક ભવિષ્યમાં તેમના ગળાનો ફાંસો ન બની જાય તેથીએ તેઓએ એક સૂરે લોકોના હિતમાં ભાડુ ઘટાડવાની વાત કરી છે..

  • રોપવેનું દોરડુ ગળાનો ફાંસો બની જવાનો ભાજપ અને કાંગ્રેસ બંને પક્ષોને ડર
  • ઊંચા ભાડા મુદ્દે બંને પક્ષોએ એક સૂરે કરી વાત
  • લોકજુવાળને જોતા બંને પક્ષોએ ભાડું ઘટાડવાની કરી વાત

રોપવે શેના માટે હોય યાત્રિકોની સુવિધા માટે નહીં કે કમાણી કરવા માટે પરંતુ રાજ્ય સરકારે ઉષા બ્રેકો સાથે 99 વર્ષની ડીલ કરીને જાણે રોપવેના નામે ખુલ્લી લૂટ કરવાની પરવાનગી આપી હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. જેથી અત્યારસુધી રોપ-વે શરૂ થાય તેવી માંગ કરતા લોકો હવે રોપવેના ઉંચા ભાડાને લઇને ઉંચા અવાજે ઉગ્ર વિરોધ કરવા લાગ્યા છે.જેથી આ મુદ્દે જૂનાગઢમાં ભાજપ કોંગ્રેસે એક થઇને લોકહિતની વાત કરી છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ ટિકિટના દર ઘટાડવા સાંસદ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ખાતરી આપી છે. જ્યારે જૂનાગઢ મેયરે પણ ભાડા ઉંચા હોવાની વાત સ્વીકારી છે.તો જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જોષી તેમજ કોંગ્રેસ પ્રમુખે પણ વિરોધ નોંધાવીને 300 રૂપિયા જ ટિકિટ રાખવાની વાત કરીને ઉષા બ્રેકો કંપનીને સરકારે લૂંટવાની છૂટ આપી હોવાના આક્ષેપો કર્યા છે.

રોપવેના ભાડા પર 18 ટકા તો જીએસટી ઝીંકાયો છે. એટલે 700 ઉપરાંતના ભાડા પર 18 ટકા જીએસટીના વધી જાય છે. ત્યારે આ ઉંચા ભાડાને લઇને વિરોધ શરુ થયો છે. તેથી હવે લોકોને એવું પણ લાગી રહ્યું છેકે પહેલા ઉંચા ભાડા રાખવાના.
ત્યારબાદ થોડું ભાડુ ઘટાડી દેવાનું. પછી સંવેદનશીલ સરકારે લોકહિતમાં નિર્ણય કરીને ભાડુ ઘટાડયુ તેવું કહીને વાહવાહી કરવાની…પર બાબૂ યે પબ્લિક હૈ સબ જાનતી હૈ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સરકારની સાંઠગાંઠ: કોડીનાર અંબુજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટના નામે થાય છે ઉઘાડી લૂંટ

Pravin Makwana

અમદાવાદ: GMDCમાં 900 બેડની હોસ્પિટલ તૈયાર, અમિત શાહના નિરીક્ષણ બાદ વિધિવત રીતે થશે શરૂ

Pravin Makwana

રાવણરાજ: ભાજપ નેતાને બચાવવા પોલીસ આવી ગઈ, લગ્નમાં ટોળેટોળા એકઠા કરનારા નેતાને પોલીસે સત્તાવાર રીતે આપી ક્લિનચિટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!