મોરબી દુર્ઘટનાને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી હાઇકોર્ટ કહ્યું હતું કે સરકારે ઓછામાં ઓછું 10 લાખનું વળતર ચૂકવવું જોઈએ. મૃતકોને ચાર લાખનું વળતર યોગ્ય નથી તેનાથી હાઇકોર્ટને અસંતોષ છે. આજના સમયમાં જાહેર કરાયેલું વળતર પૂર્ણ નથી. ઓરેવા ગ્રુપ સામે તમે શું પગલા લીધા તેવા હાઇકોર્ટે સવાલો કર્યા હતા. સાથો સાથ તમામ લોકોને અપાયેલા વળતર મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટ 10 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.

બીજી તરફ રાજય સરકારે હાઇકોર્ટમાં કહ્યું હતું કે પ્રત્યેક બાળકને રૂપિયા 37 લાખ મળશે ઓરેવા સંચાલકોનું નામ એફઆઇઆરમાં ન હોવાનું હોવાથી હાઇકોર્ટ રાજય સરકાર પાસે જવાબ માંગ્યો હતો…સાથો સાથ રાજયભરના તમામ બ્રિજનો સર્વે કરવા પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મોરબી સેસન્સ કોર્ટમાં સુનાવણી બાદ ઓરેવા કંપનીના મેનેજર સહિતના આઠ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે જ્યારે એક આરોપીની જામીન અરજી પેન્ડિંગ રાખવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, 30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રીજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપે કામ સૌંપ્યું હતું પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ પણ કરવામાં નથી આવી તેથી લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આપેક્ષ કરી રહ્યાં છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી