GSTV
Gujarat Government Advertisement

હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, હવે મંદિરમાં નહીં કરી શકો આ કામ

Last Updated on September 29, 2019 by Mayur

શુક્રવારે ત્રિપુરા હાઇકોર્ટે એક જાહેર હિતની અરજીનો ઐતિહૈસિક ચુકાદો આપ્યો છે. ત્રિપુરા હાઇકોર્ટે રાજ્યના મંદિરોમાં બલિ આપવાની પરંપરા પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્યના બધા જ મંદિરોમાં પશ કે પક્ષીની બલી આપવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. મુખ્ય ન્યાયાધિશ સંજય કરોલ અને અરિંદમ લોધની એક ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. આ માટેની જાહેર હિતની અરજી નિવૃત જજ ભટ્ટાચાર્જીએ કરી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારના વકિલના વિરૂદ્ધમાં આ ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારના વકિલની દલીલ હતી કે મંદિરોમાં આપવામાં આવતી બલિ વર્ષો જુની પરંપરા છે.

ક્રૂર કૃત્ય

યાચિકામાં જણાવવામાં આવ્યુ હતુ કે પશુ બલિ જાનવરો સામે ક્રૂર કૃત્ય છે, તેને રોકવુ જોઇએ. હાઇકોર્ટે દરેક જિલ્લા પ્રશાસન અને પોલીસ અધિકારીઓને આ આદેશનુ ચુસ્ત પણે પાલન કરવા જણાવ્યુ છે. હાઇકોર્ટે તેના આદેશમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં સરકાર સહિત કોઇ પણ વિયકતિને કોઇ પશુ કે પક્ષીની બલિની અનુમતિ આપવામાં આવશે નહીં.

હવે માત્ર બકરીનું દાન થશે

ભક્તો ઇચ્છે તો મંદિરમાં બકરીનું દાન કરી શકે છે પરંતુ તેની બલિ આપી શકશે નહીં. સરકારના વકિલે પોતાની દલીલમાં જણાવ્યુ હતુ કે, બલિ ચડાવવી એ પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા છે. તે ભક્તિનો તાંત્રિક પ્રકાર છે. ત્રિપુરાની અંદર 51 શક્તિપીઠમાંની એક એવી માતા ત્રિપુરેશ્વરીનું મંદિર આવેલુ છે. જ્યાં દરરોજ હજારો લોકો દર્શન માટે આવે છે. આ મંદિર ત્યાં અપાતી પશુ બલિ માટે પણ જાણીતુ છે. રાજ્ય સરકાર પોતે ત્યાં દરરોજ એક બકરાની બલિ આપે છે.

સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ

હાઇકોર્ટના આદેશ બાદ ત્યાં પણ પશુ બલિ પર પ્રતિબંધ લાગશે. કોર્ટે પશ્ચિમ અને ગોમરી જિલ્લાના મેજિસ્ટ્રેટને આદેશ આપ્યા છે કે તેમના જિલ્લામાં આવેલા ત્રિપુરેશ્વરી મંદિર અને ચતુરદાસ દેવતા બારી મંદિરમાં આ નવા નિયમનુ પાલન કરવામાં આવે. સાથે જ તે બંને મંદિરોમાં તાત્કાલિક અસરથી સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ પણ આપ્યો છે. હાઇકોર્ટમાં દલીલ કરતા રાજ્ય સરકારના વકિલે આઝાદી સમયે ભારત સાથે વિલય વખતે ત્રિપુરા રાજ્યએ કરેલા કરારની વાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યુ છે કે સરકાર પારંપરિક રીતે માતા ત્રિપુરેશ્વરી અને અન્ય મંદિરોમાં પૂજા કરી શકશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!