GSTV

વિદેશમંત્રી જયશંકર માટે ગુજરાતમાંથી આવી ખુશખબર, હાઈર્કોર્ટે આપી સૌથી મોટી રાહત

Last Updated on February 4, 2020 by Karan

ભાજપ માટે એક મોટી ખુશખબર છે. વિદેશ રાજ્યમંત્રી એસ.જયશંકર અને રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરની રાજ્યસભા જીતને પડકારતી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીતને પડકારતી 3 ઇલેકશન પિટીશન ફગાવી દીધી છે. આમ હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીત પર મહોર મારી દીધી છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવાર અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અરજીઓ ફગાવી છે.

તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીનો વિવાદ ગુજરાત હાઈકોર્ટનાં દરવાજે પહોંચ્યો હતો. ભાજપના જીતેલા ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોર સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન થઈ હતી. કોર્ટમાં કરાયેલી અરજીમાં રાજ્યસભાની ચૂંટણીમાં અલગ અલગ મતદાનનો મુદ્દો ઉઠાવાયો હતો.

અલગ અલગ ચૂંટણી યોજવાનો ચૂંટણી પંચનો અધિકાર નહીં હોવાની રજૂઆત કરાઈ હતી. મતોનું વિભાજન કરી એક પક્ષને જ બહુમતી મળે તે માટે અલગ ચૂંટણીઓ યોજાઈ હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. અરજદારે રાજ્યસભાની યોજાયેલી ચૂંટણી રદ કરી નવેસરથી એક જ બેલેટથી ચૂંટણી યોજવાની માગણી કરાઈ હતી.

મહત્વનું છે કે અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ આપેલા રાજીનામાથી ખાલી પડેલી બન્ને બેઠકો પર ચૂંટણી પંચે એક પછી એક એમ અલગ અલગ જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યારે જ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પંચ ભાજપને ચૂંટણી જીતાડવા માટે તમામ હથકંડા અજમાવી રહ્યું છે. તેમજ આ મામલે કોંગ્રેસ પાર્ટી ત્યારે પણ સુપ્રિમ કોર્ટમાં ગઇ હતી. તેમજ સુપ્રિમ કોર્ટે પણ આ મામલે કોંગ્રેસની અરજી ફગાવી ચૂંટણી પંચની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની છેલ્લી બે ચૂંટણીઓ વિવાદીત રહી છે. આમ હવે હાઈકોર્ટે જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ જયશંકર સામે થયેલી અરજીઓ ફગાવી દેતાં આ બંને ઉમેદવારો માથેથી ઘાત ટળી ગઈ છે.

Related posts

વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ગઈ ભાજપ સરકાર: શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનું ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!