પશ્વિમ બંગાળમાં શિક્ષકોની ભરતીમાં થયેલા ગોટાળા મુદ્દે કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. શિક્ષણમંત્રી પ્રકાશચંદ્ર અધિકારીની દીકરીની નિમણૂક રદ્ કરીને હાઈકોર્ટે ૪૧ મહિનાનો પગાર સરકારને પાછો આપવાનો આદેશ કર્યો છે. નવેસરથી આદેશ ન થાય ત્યાં સુધી તેને શાળામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ પણ મૂકાયો છે. પશ્વિમ બંગાળના શિક્ષણમંત્રીની દીકરી અંકિતા અધિકારીની શિક્ષકપદે નિમણૂક અયોગ્ય હતી એવી એક અરજદારે અરજી કરી હતી. અરજદારે હાઈકોર્ટમાં કહ્યું હતું કે મેરિટ પ્રમાણે તેનો નંબર આવવો જોઈતો હતો. તેના માર્ક્સ ૭૭ ટકા થાય છે, જ્યારે શિક્ષણમંત્રી રમેશચંદ્ર અધિકારીની દીકરી અંકિતા અધિકારીના ૬૧ માર્ક્સ થાય છે. તેમ છતાં શિક્ષકપદે તેની નિમણૂક થઈ છે, જે અયોગ્ય છે.

આ મુદ્દે હાઈકોર્ટે તાકીદની અસરથી અંકિતા અધિકારીની નિમણૂકને હાલ પૂરતી રદ્ કરી હતી અને જ્યાં સુધી આ કેસની સુનાવણી પૂરી ન થાય તેમ જ નવેસરથી આદેશ જારી ન થાય ત્યાં સુધી શાળામાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ભરતીકૌભાંડમાં હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. અંકિતા અધિકારીએ ૪૧ મહિના નોકરી કરી છે. એ ૪૧ મહિનાનો પગાર સરકારમાં જમા કરાવી દેવાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો.
હાઈકોર્ટે પશ્વિમ બંગાળમાં સરકારી શાળાઓમાં ૧૧ અને ૧૨મા ધોરણમાં પોલિટિકલ સાયન્સના શિક્ષકોની ભરતી મુદ્દે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો એ પછી સીબીઆઈએ શિક્ષણમંત્રી પ્રકાશચંદ્ર અધિકારીની પૂછપરછ કરી હતી. અંકિતા અધિકારીની શિક્ષણવિભાગ અંતર્ગત આવતા પશ્વિમ બંગાળ સ્કૂલ સેવા આયોગે નિમણૂક કરી હતી. પ્રકાશચંદ્ર અધિકારી રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી છે. આ ભરતી કૌભાંડમાં શિક્ષણમંત્રી પાર્થ ચેટર્જીથી લઈને ઉત્તર બંગાળ યુનિવર્સિટીના વીસી સુબીરેશ ભટ્ટાચાર્ય સહિતના ઘણાં સામે આરોપો લાગ્યા છે. આ ભરતી કૌભાંડ મુદ્દે વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો છે.
READ ALSO
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!
- અમેરિકામાં હવે કોઈ મહિલાઓ નહિ કરાવી શકે અબોર્શન, SCએ પોતાનો જ 50 વર્ષ જૂનો ચુકાદો બદલ્યો; લોકો રસ્તા પર ઉતર્યા
- મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો