GSTV

સહમતિ હોય તો છૂટાછેડાને વહેલા મંજૂરી મળે શકે છે, 6 મહિનાનો સમય આપવો જરૂરી નથીઃ હાઈકોર્ટ

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કપલ દ્વારા એકબીજાની સહમતિના આધાર પર છૂટાછેડાને મંજૂરી આપી 6 મહિના કાયદાકીય રીતે રાહ જોવામાંથી છૂટ આપી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો પતિ-પત્ની વચ્ચે મનમેળ ના રહેતો હોય અને તેઓ હવે એકસાથે રહે તેની શક્યતાઓનો અંત આવી ગયો હોય તો તેમના સંબંધને બચાવવા માટે 6 મહિનાનો સમય આપવો જરૂરી નથી.

2019થી અલગ રહેતા હતા પતિ-પત્ની

આ સાથે હાઈકોર્ટે કપલને 6 મહિનાની સમય સીમામાંથી છૂટ આપતા ફેમિલી કોર્ટને તાત્કાલિક છૂટાછેડા આપવા માટે આદેશ કર્યો હતો. હોઈકોર્ટે આ આદેશ એક કપલના સહમતિથી છૂટાછેડાની માંગ કરતી અરજીની સુનાવણી સમયે આપ્યો હતો. કોર્ટને જાણ કરવામા આવી કે, તેમના લગ્ન ડિસેમ્બર 2018માં ઝજ્જરમાં હિંદુ રીતિરિવાજ અનુસાર થયા હતા. બંને હિસ્સારમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. તેમને કોઈ સંતાન નથી. બંને વચ્ચે અણબનાવ રહેતા તેઓ ઓગસ્ટ 2019થી અલગ રહે છે.

છૂટાછેડા પહેલા જ બીજા લગ્નની તૈયારી

સમાધાન ના થવા પર કપલે 13 ઓક્ટોબર 2020ના ફેમિલી કોર્ટ સમક્ષ હિંદુ મેરેજ એક્ટ હેઠળ સહમતિથી છૂટાછેડા લેવા અંગે સંયુક્ત અરજી કરી હતી. 13 ડિસેમ્બર 2020ના આ મામલે પ્રથમ સુનાવણી દરમિયાન તેમના નિવેદન પણ નોંધવામા આવ્યા હતા. બીજી સુનાવણી સમયે કેસને 19 એપ્રિલ 2021 સુધી સ્થગિત કરવામા આવ્યો હતો. આ દરમિયાન મહિલા (છૂટાછેડા માંગનાર પત્ની)એ પોતાના બીજા લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. પરંતુ છૂટાછેડા માટે અરજી ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ હોવાને કારણે આ મામલે વધુ કંઈ કરી શકતી નહોતી.

READ ALSO

Related posts

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta

સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી

Pravin Makwana

બંગાળ ચૂંટણી: કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી, અગાઉ ભાજપ અને ટીએમસી જાહેર કરી ચુક્યા છે યાદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!