GSTV
Gujarat Government Advertisement

તમે તૈયાર રહો અમે આવીએ છીએ અને સરકારની ફાટી પડી, સિવિલમાં બેદરકારી નીકળી તો ભરાઈ જશે રૂપાણી સરકાર

રૂપાણી સરકાર

Last Updated on May 27, 2020 by Arohi

અસારવા સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરા ઇન્સપેક્શન હાથ ધરશે. કોરોના અંગેના સુઓમોટોમાં હાઇકોર્ટે આરોગ્યપ્રધાન, આરોગ્ય સચિવ અને સિવિલ હોસ્પિટલની ઝાટકણી કાઢતા અવલોકનો કર્યા હતા. આ અવલોકનોમાં સ્પષ્ટતા કરવા રાજ્ય સરકારે અરજન્ટ અરજી કરી હતી. જો કે હાઇકોર્ટે આ અંગે જલદીમાં કોઇ નિર્ણય ન કરી શકાય અને સિવિલ હોસ્પિટલની કામગીરી અંગે સરકારને કોઇ સર્ટિફિકેટ ન આપી શકાય. આ ઉપરાંત સિવિલના તબીબે હાઇકોર્ટને નનામો પત્ર લખી કરેલી રજૂઆતોની તપાસ કરવા સમિતિનું ગઠન કરવાનો આદેશ પણ હાઇકોર્ટે આપ્યો છે.

રાજ્ય સરકારે સોમવારે ઇદની રજાના દિવસે સુઓમોટો સુનાવણીમાં અરજી કરી તેની તાત્કાલિક સુનાવણીની માગણી કરી હતી. રાજ્ય સરકારની રજૂઆત હતી કે સિવિલ હોસ્પિટલના કોઇ રેસિડેન્ટ ડૉક્ટર તરફથી મળેલા નનામા પત્ર અને અહેવાલના આધારે હાઇકોર્ટે 22મી મેની સુનાવણીમાં કેટલાંક અવલોકન કર્યા હતા. આ અવલોકનો અંતર્ગત પેરેગ્રાફ 48 અને 49માં આરોગ્ય પ્રધાન, આરોગ્ય સચિવ અને સિવિલ હોસ્પિટલ અંગે કેટલાંક અવલોકનો કરવામાં આવ્યા હતા. સરકારની રજૂઆત છે કે કોર્ટે નનામા પત્રના આધારે આ અવલોકન કર્યા હતા. નનામા પત્રમાં કરાયેલા આક્ષેપો સાચા નથી. ઉપરાંત તેમાં કોઇ નક્કર તથ્ય નથી. તેથી આ અવલોકનો અંગે સત્વરે કોઇ સ્પષ્ટતા થાય તે જરૂરી છે.

એકપણ દર્દીએ સિવિલ હોસ્પિટલની સારવાર કે મેનેજમેન્ટ અંગે કોઇ ફરિયાદ કરી નથી

રાજ્ય સરકારની રજૂઆત છે કે આરોગ્ય પ્રધાન ખૂબ સક્રિય રીતે આ મહામારીના સમયમાં પરિસ્થિતિની દેખરખ રાખી રહ્યા છે, ઉપરાંત આરોગ્ય સચિવ પણ સમયાંતરે અસારવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લે છે. નનામા પત્રમાં કરાયેલા એકપણ આક્ષેપો સાચા નથી અને સિવિલ હોસ્પિટલ ખૂબ સંતોષજનક રીતે કોરોનાની કામગીરી કરી રહી છે. કોરોનામાંથી સાજા થયેલા અને ડિસ્ચાર્જ થયેલા એકપણ દર્દીએ સિવિલ હોસ્પિટલની સારવાર કે મેનેજમેન્ટ અંગે કોઇ ફરિયાદ કરી નથી. નનામા પત્રમાં કરાયેલા આક્ષેપોના આધારે થયેલા અવલોકનાના કારણે સામાન્ય જનતાનો સિવિલ હોસ્પિટલ પરનો વિશ્વાસ ઉઠી ગયો છે. રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલમાં થયેલી કામગીરીનો અહેવાલ અને આંકડાઓ પણ કોર્ટને આપ્યા હતા.

સિવિલમાં Coronaના દર્દીઓને યોગ્ય સારવાર લેવાઇ રહી છે

હાઇકોર્ટે આ અરજી મુદ્દે નોંધ્યું છે કે સરકારે રેકોર્ડ પર મૂકેલી વિગતો અને આંકડાઓ પરથી પ્રથમદર્શનીય રીતે એવું લાગી રહ્યું છે કે સિવિલમાં કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર લેવાઇ રહી છે, પરંતુ સિવિલની પરિસ્થિતિ અંગે રાજ્ય સરકારને અત્યારે કોઇપણ અંતીમ પ્રમાણપત્ર આપી શકાય નહીં. કોઇપણ રેસિડેન્ટ ડૉક્ટરમાં પોતાની ઓળખ દર્શાવી આ મુદ્દે કોર્ટ સામે ફરિયાદ કરવાની હિંમત ન જ હોય , તેથી તેમને આવી રીતે નનામો પત્ર લખવો પડે છે.

આ નનામા પત્રમાં લખાયેલી કેટલીક બાબતો ખૂબ ગંભીર છે. તે ડૉક્ટરે લખ્યું છે કે જે દિવસે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે દિવસે તેણે ત્રણ ડિલીવરી કરી હતી અને આશરે 20 લોકોના સંપર્કમાં આવ્યો હતો. તેની ઉંમર 25 વર્ષ હતી અને કોઇ સારવાર વિના તે પાંચ દિવસમાં સાજો થઇ હયો હતો પરંતુ તેના સંપર્કમાં આવેલા નવજાત બાળકો અને સગર્ભાઓનું શું? કોર્ટે પત્રનો આ ભાગ ટાંકી આદેશ કર્યો છે કે આ પત્રના આક્ષેપો મુ્દ્દે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. આ ઉપરાંત કોઇપણ સમયે સિવિલમાં ઇન્સપેક્શન માટે તૈયાર રહેવા સુપ્રિન્ટેન્ડ્ટ અને આરોગ્ય અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.

એપ્રિલના અંત સુધી સિવિલની હાલત ખરાબ હતી: સરકાર

સુઓમોટો સુનાવણીના આદેશમાં હાઇકોર્ટે નોંધ્યું છે કે રાજ્ય સરકારે નિખાલસતાથી એવું સ્વીકાર્યું છે કે અપ્રિલ માસના અંતિમ અઠવાડિયા સુધી સિવિલ હોસ્પિટલની હાલત ખરાબ હતી. યારબાદ રાજ્ય સરકારે ત્વરિત પગલાં લીધા છે અને સિવિલના સમગ્ર મેનેજમેન્ટને કામે લગાડવામાં આવ્યું છે, અને હવે હોસ્પિટલ સારી રીતે કામગીરી કરી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

રોંગ સાઈડના રાજા: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદવાદીઓએ ભર્યો કરોડોનો દંડ, લોકડાઉનમાં પણ નથી કરી પાછીપાની

Pravin Makwana

ભાજપનું નામ વટાવી રેતી ચોર ચલાવે છે લીઝ, જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયાએ પોલીસ ફરિયાદ કરાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!