મધ્ય પ્રદેશ હાઇકોર્ટે યૌન શોષણ સાથે જોડાયેલ મામલાની સુનાવણી કરતા લિવ-ઈન રિલેશનશિપ પર સખત ટિપ્પણી કરી છે. કોર્ટે યૌન ગુનાઓ અને સામાજિક વિકૃત્તિઓમાં વધારાને ધ્યાનમાં રાખતા ‘લિવ ઈન’ રિલેશનશિપને ‘અભિશાપ’ કરાર આપ્યો છે. એની સાથે જ કોર્ટે ટિપ્પણી કરી છે કે તેઓ કહેવા પર મજબુર થઇ ગયા છે કે ‘લિવ-ઈન’ સબંધોનો અભિશાપ નાગરિકોના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાની સંવૈધાનિક ગેરેંટીનો ‘બાઈ-પ્રોડક્ટ’છે.
હાઈકોર્ટની ઈન્દોર બેંચના જસ્ટિસ સુબોધ અભ્યંકર એક મહિલા પર વારંવાર બળાત્કાર, તેની સંમતિ વિના બળજબરીથી ગર્ભપાત, અપરાધિક ધાકધમકી જેવા કેસની સુનાવણી કરી રહ્યા હતા. જેમાં ન્યાયાધીશે 25 વર્ષીય આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેતા આ કડક ટિપ્પણી કરી હતી. સિંગલ બેન્ચે 12 એપ્રિલના રોજ જારી કરેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે, “હાલના દિવસોમાં લિવ-ઇન રિલેશનશિપને કારણે ઉદ્ભવતા ગુનાઓના પ્રવાહને ધ્યાનમાં લેતા, કોર્ટને અવલોકન કરવાની ફરજ પડી છે કે લિવ-ઇન રિલેશનશિપનો શાપ બંધારણની કલમ 21 હેઠળ મળવા વાળી બંધારણીય બાંયધરીઓની આડપેદાશ છે, જે ભારતીય સમાજની નૈતિકતાને ગળી જાય છે અને તીવ્ર જાતીય વર્તણૂક સાથે વ્યભિચારને પ્રોત્સાહન આપે છે, જે જાતીય ગુનાઓમાં સતત વધારો તરફ દોરી જાય છે.

લિવ-ઇનનો અર્થ એકબીજા પર અધિકાર નથી
કોર્ટે “લિવ-ઈન” સંબંધોને કારણે વધતા સામાજિક દૂષણો અને કાનૂની વિવાદો તરફ ધ્યાન દોરતા કહ્યું, “જે લોકો આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરવા માંગે છે, તેઓ તરત જ તેને અપનાવી લે છે પરંતુ તેઓ સંપૂર્ણપણે અજાણ છે કે તેની પોતાની મર્યાદાઓ છે અને તે સ્વતંત્રતા કોઈ પણ જોડીદારને બીજા પર કોઈ અધિકાર આપતું નથી.
આ છે મામલો
હાઈકોર્ટે કેસ ડાયરી અને અન્ય દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ અવલોકન કર્યું કે 25 વર્ષીય આરોપી અને પીડિત મહિલા લાંબા સમયથી “લિવ-ઈન” રિલેશનશિપમાં હતા અને આ દરમિયાન મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આરોપીના કથિત દબાણમાં બેથી વધુ વખત ગર્ભપાત પણ કરાવ્યો હતો. જ્યારે મહિલાએ બીજા પુરુષ સાથે સગાઈ કરી ત્યારે બંને વચ્ચેના સંબંધો બગડ્યા.

તોડાવી નાખી મહિલાની સગાઇ
25 વર્ષીય યુવક પર આરોપ છે કે આ સગાઈથી નારાજ થઈને તેણે મહિલાને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. તેના પર એવો પણ આરોપ છે કે તેણે તેનો વિડિયો મહિલાના ભાવિ સાસરિયાઓને મોકલી આપઘાત કરવાની ધમકી આપી હતી જો તેની એક્સ “લિવ-ઈન” પાર્ટનર બીજા પુરુષ સાથે લગ્ન કરશે તો તે આત્મહત્યા કરી લેશે અને એના માટે છોકરીના ઘર વાળા, બંને બાજુના લોકો જવાબદાર રહેશે. પીડિતાના વકીલે કોર્ટને કહ્યું કે આરોપીએ આ વીડિયો મોકલ્યા બાદ તેની સગાઈ તૂટી ગઈ હતી અને તે લગ્ન કરી શકી નથી.
Read Also
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી