GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારની સ્પષ્ટતા, સ્કૂલોમાં 100 ટકા ઓફલાઇન હાજરીની જરૂરીયાત નથી

ગુજરાતના સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા ઓફલાઇન હાજરી અંગેના રાજ્ય સરકારના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી રિટમાં રાજ્ય સરકારે આજે સ્પષ્ટતા કરી હતી કે ચાલુ ધોરણ ૧થી ૧૨માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં પરીક્ષામાં બેસવા માટે ૧૦૦ ટકા ઓફલાઇન હાજરીની ફરજીયાત નથી. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે જ્યારે શાળઆઓ ફરી ખૂલે ત્યારે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય કરવામાં આવશે. કેસની વધુ સુનાવણી સાતમી જૂનના રોજ નિયત કરવામાં આવી છે.

બજેટ

ધોરણ ૧થી ૧૨માં પરીક્ષામાં બેસવા માટે યોગ્ય ઠરવા માટે ૧૦૦ ટકા ઓફલાઇન હાજરીની જરૃર નથી

આજની સુનાવણીમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે ધોરણ ૧થી ૧૨માં પરીક્ષામાં બેસવા માટે યોગ્ય ઠરવા માટે ૧૦૦ ટકા ઓફલાઇન હાજરીની જરૃર નથી. જેથી અરજદારે દલીલ કરી હતી કે રાજ્ય બોર્ડની શાળાઓ જ નહીં પરંતુ સી.બી.એસ.ઇ. અને આઇ.સી.એસ.ઇ.  બોર્ડ અંગે પણ સ્પષ્ટતા થવી જોઇએ. જેથી કોર્ટે કહ્યું હતું કે સી.બી.એસ.ઇ. અને આઇ.સી.એસ.ઇ. બોર્ડ આ કેસમાં પક્ષકાર નથી. તેથી તેમને નિર્દેશ આપી શકાય નહીં. આગામી શૈક્ષણિક વર્ષમાં શાળાઓ ખૂલે ત્યારે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય કરવામાં આવશે.

વધુ સુનાવણી માટે કેસને સાતમી જૂનના રોજ નિયત કરવામાં આવી

વધુ સુનાવણી માટે કેસને સાતમી જૂનના રોજ નિયત કરવામાં આવી છે અને જરૃર લાગે તો અરજદારને વેકેશન બેન્ચ સમક્ષ રજૂઆત કરવાની છૂટ અપાઇ છે. રિટમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યમાંથી હજુ પણ કોરોનાનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ધોરણ ૧થી ૧૨માં ૧૦૦ ટકા  ઓફલાઇન હાજરીનો નિર્ણય લઇ સરકાર જોખમ લઇ રહી છે. તેથી કોર્ટે રાજ્ય સરકારને જરૃરી આદેશો આપવા જોઇએ. 

READ ALSO

Related posts

રાજકારણ / ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો રહેશે છવાયેલો, AAPની એન્ટ્રીથી જામશે ખરાખરીનો જંગ

Hardik Hingu

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu
GSTV