GSTV
Gujarat Government Advertisement

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઈકોર્ટે આપી મોટી રાહત

Last Updated on February 3, 2020 by Mayur

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને હાઈકોર્ટે રાહત આપી છે. ટ્રાયલ કોર્ટમાં પ્રદિપસિંહ જાડેજા સામે કાર્યવાહી ચાલી રહી હતી. જેના પર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન કોર્ટે કરેલા હુકમને પડકારતી પ્રદિપસિંહ જાડેજાની અરજીના પગલે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ફરિયાદ રદ કરવાની માંગણી સાથે પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતના ભંગ બદલ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ નોંધવા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો હતો. આ કેસમાં પ્રદિપસિંહ જાડેજા દોષિત ઠરે તો 6 માસની સજા અને 2 હજાર રૂપિયા દંડની જોગવાઈ હતી.

શું હતી આ ઘટના

વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં પ્રદીસસિંહ જાડેજાએ અસારવા બેઠક પરથી ભાજપ માટે ઉમેદવારી નોંધાવી હતી. 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન 10મી ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહે મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવ્યું હતું. જેમાં તેમનો અને વડાપ્રધાન મોદીની તસવીર હતી.

આપણું ગુજરાત આપણું અસારવા એવું સૂત્ર પણ લખવામાં આવ્યું હતું

આ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી કે જે પત્રિકાઓનું અસારવામાં વિતરણ થયું છે તેમાં અંબાજી માતાની સ્તુતિ-આરતી, પ્રદીપસિંહ જાડેજાનો ફોટો અને વડાપ્રધાન મોદીનો ફોટો છે. જેમાં આપણું ગુજરાત આપણું અસારવા એવું સૂત્ર પણ લખવામાં આવ્યું છે. પત્રિકાઓ પ્રદીપસિંહના સૌજન્યથી છે તેમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુનો થયો હોવાની વાત જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે માન્ય રાખી હતી

પત્રિકામાં મુદ્રક કે પ્રકાશકના નામનો ઉલ્લેખ પણ નહોતો. આચારસંહિતા ચાલી રહી હોવા છતાં કોઇપણ જાતની પૂર્વમંજૂરી વગર પત્રિકાઓ વહેંચી ગુનો થયો હોવાની વાત જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે માન્ય રાખી હતી અને મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!