GSTV

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Last Updated on September 21, 2021 by Zainul Ansari

હાલ સિંહોના અકાળ મૃત્યુ મામલે થયેલી જાહેર હિતની અરજીમાં સુનવણીના અંતે હાઇકોર્ટે એક વિશેષ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે રેલવે મંત્રાલયને પૂરતી વિગતો સાથે 12 ઓક્ટોબર સુધીમાં ગીર અભયારણ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને લઈને વિગતો હાઇકોર્ટ સમક્ષ રજુ કરવા માટે જણાવ્યું છે. ગીર અભ્યારણમાંથી જેટલી પણ રેલવે લાઈન પસાર થાય છે ત્યાં કઈ ટ્રેન ક્યાં-ક્યાં સમયે પસાર થાય છે તે અંગેની સંપૂર્ણ વિગતો હાઇકોર્ટે માંગી છે.

સિંહો

હાઇકોર્ટે આ બાબત જણાવતા વધુ ઉમેર્યું કે, હાલ વર્તમાન સમયમાં ટ્રેનની અડફેટે કેટલા સિંહો આવી ગયા અને કેટલા સિંહોના એકાએક મોત થયા છે તેની પણ વિગતો રેલવે મંત્રાલયે આપવા બાબતે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર હિતની અરજીની સુનવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે, મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવા અંગેની પ્રપોઝલ મામલે પણ વિગતો રજૂ કરવાની રહેશે. આ આદેશ હાલ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

આ સિવાય હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલય પાસે અમુક જવાબ પણ માંગ્યા છે કે, રેલવે લાઇનના કારણે વન્ય જીવ સૃષ્ટિ અને સિંહો પર અસર કરતી તમામ બાબતો કોર્ટમાં રજૂ કરવામાં આવે. વધુમાં રેલવે લાઇનને બ્રોડ ગેજ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી નહીં હોવાનો પણ કોર્ટમાં ખુલાસો કર્યો છે.

સિંહો

આ સાથે જ હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ એવો રજૂ થયો છે કે ગીર અભયારણ્યમાં પસાર થનાર રેલવે લાઈન ઓઈલ અને ગેસની પાઇપલાઇન તેમજ ઇલેક્ટ્રિક થાંભલાઓ નાખવા અંગેની પ્રપોઝલ્સથી વન્ય સૃષ્ટિ અને સિંહોને નુકસાન થશે તો તે અંગેની જવાબદારી કોણ લેશે? શું આ વિસ્તારમાં આ બધી વસ્તુઓ યોગ્ય છે?

Read Also

Related posts

G20 સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી, 27થી 31 ઓક્ટોબર દરમ્યાન જશે ઈટાલીના પ્રવાસે

Pritesh Mehta

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!