GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

હોસ્પિટલ

UN મેહતા હૉસ્પિટલનું નવું બિલ્ડીંગ અને VS હોસ્પિટલને કોરોનાની સારવારમાં જોતરવા માટે હાઇકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે કે કોરોનાના દર્દીઓની સારવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જૂની વી.એસ.હોસ્પિટલની ક્ષમતાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે ઝડપથી કામગીરી હાથ ધરે. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે યુએન મહેતા હોસ્પિટલના નવા બિલ્ડિંગનો ઉપયોગ પણ કોરોનાના દર્દીની સારવાર માટે કરવામાં આવે.

હાઇકોર્ટનો નિર્દેશ

  • યુએન મહેતાનું નવું બિલ્ડીંગ અને વીએસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ કરાય
  • વીએસ હોસ્પિટલમાં ૭૦૦ બેડ સારવાર માટે ઉપયોગી નિવડશે
  • યુએન હોસ્પિટલનું નવું બિલ્ડીંગ સુવિધાથી સજ્જ
  • બાપુનગરની ઇએસઆઇસી, નગરી, અસારવા સિવિલની આંખની હોસ્પિટલનો પણ ઉપયોગ થઇ શકે

વી.એસ.હોસ્પિટલમાં 700 પથારીઓની સુવિધા છે

હાઇકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે તેના ધ્યાન પર આવ્યું છે કે વી.એસ.હોસ્પિટલમાં 700 પથારીઓની સુવિધા છે જે કોરોનાના દર્દીઓ માટે વધુ ઉપયોગી નીવડશે. જેથી આ હોસ્પિટલનો ઉપયોગ થવો જોઇએ. હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે યુએન મહેતા હોસ્પિટલનું નવું બિલ્ડીંગ સુવિધાઓથી સજ્જ છે અને ત્યાં પૂરતો સ્ટાફ છે.પરંતુ તેનો ઉપયોગ થતો નથી.આ બિલ્ડીંગનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે કરવામાં આવે. આ જ હોસ્પિટલના જૂના બિલ્ડિંગનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. હાઇકોર્ટે તેના આદેશમાં એ પણ કહ્યું છે કે બાપુનગરમાં સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલ, નગરી આંખની હોસ્પિટલ અને અસારવા સિવિલમાં સ્થિત આંખની હોસ્પિટલનો ઉપયોગ પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે કરી શકાય તેમ છે.

READ ALSO

Related posts

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana

PM મોદીને ધમકી દેનારી આ ગાયીકા છોડવા માંગે છે પાકિસ્તાન, કહ્યું ભારત વધારે સારૂ છે

Mansi Patel

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!