GSTV

High BP ના દર્દી આ બે વસ્તુને પોતાની ડાયટમાં કરો સામેલ, કંટ્રોલમાં રહેશે તમારુ હાઈ બ્લડ પ્રેશર

વર્તમાન સમયમાં જે બીમારીની ઝપેટમાં લોકો ઉંમર થતા લોકો આવતા હતા, હવે કોઈપણ ઉંમરના લોકો તેનાથી પીડિત થઈ જાય છે. ઉચ્ચ રક્તચાપ એટલે કે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ ન માત્ર વૃદ્ધ લોકો, પરંતુ યુવાન વર્ગ પણ ગ્રસ્ત છે. બેદરકારીભરી દિનચર્યા અને કાર્યક્ષેત્ર અને ખાનગી જિંદગીમાં તણાવ, બીપી વધવાના પ્રમુખમાંથી એક છે. આજે જ્યાં સમગ્ર દુનિયા કોરોના વાયરસ મહામારીના પ્રકોપથી ઝઝૂમી રહી છે, એવા સમયમાં હાઈ બીપીના દર્દીઓને વધારે સતર્ક રહેવાની જરૂરિયાત છે. એવામા દિલને સ્વસ્થ રાખવા માટે પોતાની ડાયટ પ્રત્યે સતર્ક રહેવુ ખૂબ જ જરૂરી છે. તો આવો જાણીએ કંઈ વસ્તુઓના સેવનથી બીપી કંટ્રોલમાં રહેશે.

લીંબુ

એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે, રિકવરી બાદ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીમાં દિલની બીમારીથી પીડિત હોવાનો ખતરો વધે છે. આ સાજા થયેલા દર્દીના દિલમાં સોજો આવવાની સંભાવના વધી જાય છે. એવામાં હેલ્દી હાર્ટ માટે લોકોને પોતાની ભોજનમાં લીંબુનો રસ વિશેષ રૂપથી સામેલ કરવો જોઈએ. લીંબુમા આયરન, ફોલેટ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વ હોય છે. જો રક્તપાતના સ્તરને સામાન્ય બનાવી રાખવામા મદદગાર હોય છે. તણાવ દૂર કરવામાં પણ લીંબુનુ સેવન કારગાર માનવામાં આવે છે.

આ છે વપરાશ કરવાની રીત

લીંબુના વપરાશથી બ્લડ વેસલ્સ ફ્લેક્સિબલ હોય છે જેથી સમગ્ર શરીરમાં બ્લડ ફ્લો સુચાર રૂપથી હોય છે. લીંબુના સેવનથી હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થાય છે. જો અચાનક બીપી હાઈ થઈ જાય તો, એખ ગ્લાસ પાણીમાં લીંબુ નીચવી તેને દિવસભરમાં 2 થી 3 વખત પીવો. તે સિવાય સવારે લીંબુવાળી ચા પીવી ફાયદાકારક થઈ શકે છે.

ટમાટર

ટમાટરનું સેવન પણ હાઈ બીપીના દર્દીઓ માટે લાભદાયક થઈ શકે છે. કાર્ડિયોવસ્કુલર ડ્રગ્સ એન્ડ થેરેપીમાં છાપેલ એક અધ્યયન પ્રમાણે ઉચ્ચ રક્તપાતના દર્દી જો ટમેટાનુ સેવન કરે છે તો, તેનાથી બીપી ઓછી થાય છે. ટમેટામાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હાજર હોય છે. જે બીપી દર્દી માટે ફાયદાકારક હોઈ શકે છે. લાઈકોપીન અને બીટા કેરોટીન જેવા એન્ટીઓક્સીડેટ્સ શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને ઈનેક્ટિવ કરે છે. તેનાથી શરીરમાં મળી આવતા ટોક્સિક પદાર્થ ખતમ થઈ જાય છે. તમે ટમેટાના સલાડના રૂપમાં અથવા તેનુ જ્યૂસ બનાવી અથવા તેના સૂપનું સેવન કરી શકે છે.

READ ALSO

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!