GSTV
Gujarat Government Advertisement

સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડાને લઈને હાઈએલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

Last Updated on November 4, 2019 by Mansi Patel

સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે અને તમામ માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઇ છે તેમજ જો કોઇ માછીમાર દરીયામા માછલી પકડવા જશે તો ત્રણ મહીના સુધી લાયસન્સ રદ કરાશે તેવી ફિશરીઝ વિભાગ દ્વારા કડક કાયઁવાહી હાથ ધરવામાં આવેલ છે ત્યારે હજારોની સંખ્યામાં બોટોના ખડકલા બંદર પર જોવા મળી રહ્યા છે.

ત્યારે ગીર સોમનાથ જીલ્લામા માછીમારોની વાત કરવામાં આવે તો 10,477 જેટલી નાની મોટી  બોટો છે જેમા મોટાભાગની બોટો, પીલાણીઓ  બંદરો પર આવી ગયેલ છે. જેમાની ફિશરીઝ કચેરીએથી ટોકન આપેલી 3051 બોટો બહાર ગયેલી હતી ,એમાંથી મોટાભાગની બોટો નજીકના દરીયા કિનારે આવી ગયેલ છે  પરંતુ બોટ એશોશીએશન ના સંપકઁથી 2783 જેટલી બોટો આ વિસ્તારની દેવગઢ,  પોરબંદર,  રત્નાગીરી,  ગોવા અને જખ્ખો બંદર ખાતે આવી ગયેલ છે  હાલ એકપણ બોટ  દરીયામા નથી.

જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પણ 200થી વધુ અધિકારીઓની મહત્વની મિટીંગ બોલાવવામાં આવી હતી .જેમા તમામ અધિકારીઓને ચોવીસ કલાક રાઉન્ડ ધ કલોક ફરજ પર રહેવાની તેમજ કોસ્ટગાર્ડ,  મરીન પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. અને સાસણ ગીર,  સોમનાથ અને દિવમા આવતા ટુરીસ્ટોને પણ પ્રવાસ ન કરવા તંત્ર દ્વારા અપીલ કરાઇ છે .ત્યારે હાલતો બંદર પર હજારોની સંખ્યામાં બોટોના ખડકલા જોવા મળી રહ્યા છે.

હાલ દરીયામા કરંટ હોવાને કારણે અને ઉંચા મોજા ઉછળતા હોવાથી બંદરો પર બે નંબરનું સીગ્નલ પણ લગાડવામાં આવેલ છે. સીઝનની શરુઆતના ત્રણ મહીના જ માછીમારો માટે ખૂબજ મહત્વના હોય છે.  પરંતુ 15 મી ઓગસ્ટ થી સીઝનની શરુઆત થી અત્યાર સુધી ત્રણ ત્રણ વખત સાયકલોનની અસરથી માછીમારીના ધંધા પર પણ મોટી અસર જોવા મળી છે જેનાથી માછીમારોની હાલત ખૂબજ કફોડી બની છે ત્યારે ખેડૂતોની જેમ દરીયાઇ ખેડૂતોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દરિયાકાંઠે વસતા ગામોને લઇ CM રૂપાણીનો અત્યંત મહત્વનો નિર્ણય, 102 કરોડની આ યોજનાને આપી મંજૂરી

Dhruv Brahmbhatt

મોટા સમાચાર/ ધોરણ 10-12નાં ગુજરાત બોર્ડનાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન, આ તારીખે લેવાશે બોર્ડની પરીક્ષા

Bansari

ગુજરાત ATS ની મોટી કાર્યવાહી, જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરી 3 આરોપીઓની કરી ધરપકડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!