GSTV

ગુજરાતમાં ચાર શકમંદો ઘુસ્યા હોવાની ઈનપૂટમાંથી માહિતી, ચેકપોસ્ટો પર સઘન સુરક્ષા વ્યવસ્થા

ગુપ્તચર વિભાગે આપેલા હાઈએલર્ટ બાદ બનાસકાંઠાના અમીરગઢ સ્થિતિ ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઈ છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર 3 એસઆરપી જવાન, 15 પોલીસ જવાન અન જીઆરડીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અમીરગઢ ચેકપોસ્ટ ખાતે વાહનોનું ઝીણવટભર્યુ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.બનાસકાંઠામાં અમીરગઢ બોર્ડર, પાંથાવાડા બોર્ડર, ખોડા બોર્ડર,સરહદી છાપરી બોર્ડર પર વાહનોનું સઘન ચેકિંગ કરવામા આવી રહ્યુ છે.

ચાર શકમંદો ઘુસ્યા હોવાની માહિતી

ગુજરાત હરહંમેશ આતંકીઓના નિશાને રહ્યુ છે. ત્યારે વધુ એક વખત ગુજરાત પોલીસને આતંકી હુમલાનું ઈનપુટ અપાયુ છે. ચાર શકમંદ શખ્સો ઘુસ્યા હોવાના ઈનપમટુ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઈ છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અફઘાનિસ્તાન બોર્ડરથી જ અફઘાની પાસપોર્ટ ધરાવતા ચાર શક્સો ઘુસ્યો હોવાના ઈનપુટ અપાયા છે. જેથી એસઓજી સહિતની તમામ એજન્સીઓને એલર્ટ કરાઈ છે.

પોલીસ દ્વારા એક શકમંદરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ પોલીસે રિલિઝ કર્યો છે. અફઘાની પાસપોર્ટ સાતે રહેતા લોકોની તપાસના સૂચન કરાયા છે..એસઓજી સહિતની તમામ એજન્સીઓને પણ એલર્ટ કરાઈ છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

આ સસ્તા અનાજના દુકાનદારના એક નિર્ણયથી લોકડાઉનનું પાલન તો થયું જ પણ સાથે ગ્રાહકોને પણ રાહત મળી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!