એલએસી પર સોમવારે ચીનની સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે. ભારતીય સેનાએ સત્તાવાર રીતે નિવેદન જાહેર કરતાં ચીનના સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટી કરી છે. જ્યારે કે ન્યૂઝ એજન્સી એએનઆઈના દાવો કર્યો છે કે ચીનના પણ 43 સૈનિકો માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે.
180થી વધુ બીઓપી પર એલર્ટ
ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યા બાદ હવે ભારતે એલએસી પરની સુરક્ષા વધુ સઘન બનાવી છે. આઇટીબીપીએ ભારત અને ચીન સાથે જોડાયેલી તમામ પોસ્ટને એલર્ટ કરી દીધી છે. આઇટીબીપીએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખમાં આવેલી તમામ 180થી વધુ બીઓપી પર એલર્ટ જાહેર કર્યું છે.

એક કર્નલ અને બે જવાન શહીદ થયા હોવાની પુષ્ટી
ભારત ચીન વચ્ચેના તણાવને પગલે પહેલાં ભારતના એક કર્નલ અને બે જવાન શહીદ થયા હોવાની પુષ્ટી થઈ હતી. જ્યારે ચીનના 5 સૈનિકો માર્યા ગયા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ભારતના શહીદોની સંખ્યા હજુ વધી પણ શકે છે. ગલવાન વેલી એ જ વિસ્તાર છે જ્યાં 1962ના યુદ્ધમાં 33 ભારતીયોના મોત થયા હતા.
41 દિવસથી હતી તણાવગ્રસ્ત સ્થિતિ
બોર્ડર પર છેલ્લા 41 દિવસથી તણાવ હતો. તેને ઓછો કરવાના પ્રયત્નો થઇ રહ્યા હતા. 15 જૂનની સાંજે તણાવ વધી ગયો હતો. ભારતીય સેના વાતચીત કરવા ગઇ હતી ત્યારે અચાનક ચીનની આર્મીએ હુમલો કર્યો હતો. એલએસીની ગલવાન ઘાટીમાં સોમવારે રાત્રે ભારત અને ચીનના સૈનિકો ફરી એક વખત આમને સામને આવ્યા. ચીનના સૈનિકોએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા ભારતીય સૈનિકોએ તેમને પાછા હટાવ્યા. જેના કારણે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઇ.
ડી-એક્સકેલેશન પ્રોસેસ દરમ્યાન થઇ હતી હિંસા
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીનના સૈનિકો પાછળ હટવા તૈયાર નહોતા. જેના કારણે બંને દેશના સૈનિકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. સમગ્ર મામલાની જાણ થતાં જ બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ સ્થળ પર પહોંચી વાતચીત શરૂ કરી. તો સોમવારની અથડામણ બાદ આર્મી તરફથી કહેવામાં આવ્યું છે કે, સોમવારે રાતે ગાલવન વેલીમાં ડી-એક્સકેલેશન પ્રોસેસ ચાલતી હતી, પરંતુ ત્યારે જ હિંસા થઈ. તણાવ બાદ ને દેશોના ઓફિસર્સ હાલ સીમા પર તણાવ ઓછો કરવા માટે ઘટના સ્થળે જ મીટિંગ કરી રહ્યા છે.
- ભેજાબાજ ગઠિયાઓએ લોકોને વિશ્વાસમાં લીધા અને 300 કિલો સોનું લઈને થઈ ગયા ફરાર, 700 લોકો સાથે કર્યો વિશ્વાસઘાત
- NMACCના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીના ભરતનાટ્યમ પર્ફોર્મન્સે મંત્રમુગ્ધ કર્યા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
- ચીનમાં કોલેજ લવર્સને સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ માટે રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર