Tech Tips: Whatsapp પર કોઇ નહી જોઇ શકે તમારો ફોન નંબર, બસ ફૉલો કરો આ સરળ સ્ટેપ્સ

Whatsapp નો ઉપયોગ કરતાં તમામ યૂઝર્સ એ વાત જાણે છે કે આ સર્વિસનો ઉપયોગ કરવા માટે ફોન નંબર આપવાની જરૂર પડે છે. પરંતુ એક ખાસ ટ્રીકની મદદથી તમે તમારો ફોન નંબર સરળતાથી છુપાવી શકો છો. વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોન નંબર આપવો અનિવાર્ય છે પરંતુ યૂઝર્સ પોતાનો નંબર છુપાવી પણ શકે છે. તો પછી ચાલો તમે પણ જાણી લો કે કેવી રીતે વોટ્સએપ પર પોતાનો નંબર અન્ય લોકોથી છુપાવી શકાય છે. 

આ રીતે હાઇડ કરો નંબર

– સૌથી પહેલા એવો નંબર ખરીદો જેને તમે અન્ય કોઈ સાથે શેર ન કરવાના હોય.

– હવે પોતાના ડિવાઈસમાંથી વોટ્સએપ અનઈસ્ટોલ કરો. 

– ફોનમાંથી જૂનું સિમ કાર્ડ કાઢી અને એવા ફોનમાં રાખો કે જેમાં એસએમએસની સગવડ હોય.

– હવે નવા સિમને ડિવાઈસમાં એડ કરો.

– વોટ્સએપને રી-ઈંસ્ટોલ કરો અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરો.

– જ્યારે વેલિડ ફોન નંબર એડ કરવા માટે કહેવામાં આવે ત્યારે તમારો જૂનો નંબર એડ કરો.

– જૂના સિમ કાર્ડ પર ઓટીપી આવશે તેનો ઉપયોગ વોટ્સએપ શરૂ કરવા માટે કરો. 

આટલા સ્ટેપ્સ ફોલો કરવાથી જૂના નંબર સાથે વોટ્સએપ શરૂ પણ થઈ જશે અને તમારો નવો નંબર તમારા અન્ય કોન્ટક્ટ સાથે શેર પણ નહીં થાય.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter