GSTV
Home » News » આ એપ જલ્દીથી કરીલો ડાઉનલોડ નહીં તો પછતાવવાનો વારો આવશે, કેમ? ક્લિક કરીને જ જોઈ લો

આ એપ જલ્દીથી કરીલો ડાઉનલોડ નહીં તો પછતાવવાનો વારો આવશે, કેમ? ક્લિક કરીને જ જોઈ લો

અત્યારે મોટા ભાગે લોકો મોલમાંથી જ શોપિંગ કરવાનું પસંદ કરે છે કારણ કે કપડા અને બાકીની દરેક વસ્તુઓ પર ડિસ્કાઉન્ડ અને કેશબેક ઓફર્સ સારી મળી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે રૂમન ટ્રાયલ રૂમમાં હોઈ શકે છે હિડન કેમેરો.

મોટાભાગે મોલ અને ટ્રાયલ રૂમમાં અથવા કોઇ હોટલના રૂમમાં એ ડર સતાવે છે કે કોઇ હિડન કેમેરો તો નથી. હવે ઘણી એવી એપ જે તમને આ ડરને ઓછો કરવામાં મદદ કરી શકે છે. એવી જ એક App છે Hidden Camera Detector. આ એપ Google Play store અને App Store પર ઉપલબ્ધ છે અને iOS તથા Android બંનેને સપોર્ટ કરે છે. Google Play store પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ એપ તે ફોનમાં કામ કરે છે, જેમાં મેગ્નેટિક સેંસર હોય છે.

કઈ રીતે કશો ઉપયોગ?

એપનો ઉપયોગ કરવા માટે પોતાના ફોનને તે ડિવાઈસની નજીક લઇ જાવ જેના પર તમને શંકા હોય. જેમ કે શાવર, ફ્લાવર પોટ, ચેંજિંગ રૂમનો મિરર વગેરે. આ એપ તે ડિવાઇસની આસપાસ મેગ્નેટિક એક્ટિવિટીનું વિશ્લેષણ કરીને શોધી કાઢશે કે શું આ એક્ટિવિટી કોઇ કેમેરાથી મળે છે અને જો આમ થયું તો બીપનો અવાજ આવવા લાગશે. ત્યારબાદ તમે તે ડિવાઇસની ઉંડાણપૂર્વક પડતાલ કરી શકો છો.

આ બાબતોનું રાખો ધ્યાન

ક્યારેક ક્યારેક એવું થાય છે કે આ એપ તે જગ્યાઓ પર પણ બીપ કરે, જ્યાં કેમેરો સંતાડેલો ન હોય. તેનું કંઇક ટેક્નિકલ કારણ છે. એટલા માટે જરૂરી છે કે જ્યાં એપ બીપ કરે, તે ડિવાઇસમાં સાવધાનીથી લેંસની તપાસ કરો. જો તમને લેંસ ન દેખાઇ તો તમે સુરક્ષિત છો. પરંતુ એવું ક્યારેય થતું નથી કે હિડન કેમેરો ન હોય, અને આ એપ બીપ ન કરે. એટલે કે જો કોઇ હિડન કેમેરો હોય, તો તેને તમે જરૂર પકડી લેશો.

Read Also

Related posts

OOPS મોમેન્ટની શિકાર થઈ નેહા કક્કડ, સ્ટેજ પર કરી રહી હતી ડાંસ અને પછી…

Kaushik Bavishi

જ્યારે આ અધિકારીનું સાડા 6 કલાકમાં 6 વાર ટ્રાન્સફર થયુ હતુ ત્યારે…

Kaushik Bavishi

રાજનીતિના સવાલ પર રિતેશ દેશમુખનો જવાબ, કહ્યું- ‘આખી જીંદગી પાવર જોયો છે…’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!