સૈન્યના જવાન હવે બંદૂકો તેમજ પગરખાં વડે દુશ્મનો પર ગોળીબાર કરી શકશે. દેશની સરહદોની સુરક્ષામાં તૈનાત સૈનિકોને હવે પહેલેથી જ ઘુસણખોરોની જાણ થઇ જશે. હકીકતમાં, વારાણસીના યુવાન વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ એક અનોખો હાઇટેક શૂઝ તૈયાર કર્યા છે. જે એક ક્ષણમાં જ 20 કિલોમીટર સુધી કોઇ પણ દુશ્મનના અવાજને અનુભવી શકે છે. આ શૂઝ શિયાળામાં સૈનિકોના પગ ગરમ રાખે છે તેમજ દુશ્મનો ઉપર ગોળીબાર કરે છે.

શૂઝમાં લાગેલું સેન્સર સૈનિકોને સચેત કરે છે
યુવા વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, ‘કેટલીક વખત ઘુસણખોરો શાંતિથી દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. તેમની ઘુસણખોરીથી સેનાના જવાનોને બચાવવા આ ઇન્ટેલિજન્સ શૂઝ બનાવવામાં આવ્યાં છે. આ બૂટમાં એક વિશેષ પ્રકારનું સેન્સર હોય છે, જે 20 કિ.મી.ના અંતર સુધી ઘુસણખોરીની ઘટના બને કે તુરંત જ એલાર્મ દ્વારા સૈનિકોને ચેતવી દે છે.
શૂઝમાં લાગેલી છે 9 MM ની ગન
યુવા વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને આ શૂઝમાં 2 ફોલ્ડિંગ 9 એમએમના ગન બેરલ આપ્યા છે, જે જરૂર પડે તો તેના દ્વારા ફાયર કરી શકાય. આની મદદથી, સૈનિકો કટોકટીમાં પોતાનું રક્ષણ કરી શકે છે. તેઓએ કહ્યું કે આ શૂઝ રેડિયો ફ્રિક્વન્સી અને મોબાઇલ નેટવર્ક પર પણ કામ કરે છે. આ હાઇ ટેક શૂઝ 650 ગ્રામના છે. આ શૂઝ સ્ટીલ અને રબરથી બનેલો છે.

શૂઝ આગળ અને પાછળ એમ બંને બાજુએથી ફાયર કરી શકે છે
દેશના સૈનિકો માટે બનાવવામાં આવેલો આ શૂઝ આગળ અને પાછળ એમ બંને બાજુએથી દુશ્મનને ઠાર કરી શકે છે. આ શૂઝ દુશ્મન પર રિમોટથી ફાયર કરે છે. આ શૂઝ સરહદ પર તૈનાત સૈનિકોનું રક્ષણ કરશે.
શ્યામ ચૌરસિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો છે
શ્યામ ચૌરસિયાએ પોતાના આવિષ્કાર અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘તેઓ આ સાધનને દેશના સૈનિકોને સમર્પિત કરવા માંગે છે.’
READ ALSO :
- હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ
- મોરબી અને ગોધરાને મળી આ ભેટ/ કોરોનાકાળમાં આ મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાયું, થઈ ગયાં બખ્ખાં
- મોટી જાહેરાત/ અમદાવાદ-સુરત બાદ રાજ્યના આ ત્રણ શહેરોને મળશે મેટ્રોની ભેટ, બજેટમાં થઇ લ્હાણી
- રાહતની વેક્સિન/ આરોગ્યને લઈને બજેટમાં મોટી જાહેરાતો, અમદાવાદ અને સૌરાષ્ટ્રને મળી આ ભેટ
- BIG NEWS: અભિનેત્રી તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે ઈન્કમટેક્ષ વિભાગના પડ્યા દરોડા