GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

IASથી રાજકારણી બનેલા છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી અજિત જોગીએ દુનિયાને કર્યું અલવિદા

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું શુક્રવારે નિધન થયું. અજીત જોગીને હૃદયરોગનો હુમલો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે 20 દિવસથી રાયપુરની હોસ્પિટલમાં દાખલ હતા. તેમના અવસાનની જાણકારી તેમના પુત્ર અમિત જોગીએ ટ્વિટ કરીને આપી છે. 9 મેના તેમને સવારે નાસ્તો કરતાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. પત્ની રેણુ જોગી તેમની પાસે હતા તેમણે ઘર પરજ હાજર સ્ટાફને જાણ કરી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. સ્થિતિ ગંભીર રહેતા તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. પિતાની તબિયત ખરાબ થતાં પુત્ર અમિત જોગી પણ તાત્કાલિક બિલાસપુર પહોંચી ગયા હતા.

પુત્ર અમિત જોગી એ ટ્વિટમાં આપી જાણકારી

અજિત જોગીના પુત્ર અમિત જોગીએ ટ્વિટમાં લખ્યું કે 20 વર્ષીય યુવા છત્તીસગઢ રાજ્યના માથા પરથી તેમના પિતાની છાયા ઊઠી ગઈછે. માત્ર હું જ નહીં છત્તીસગઢે નેતા નહીં પરંતુ પોતાના પિતા ખોયા છે. અજિત જોગી પોતાના અઢી કરોડ લોકોનો પરિવાર છોડીને ભગવાન પાસે ગયા. ગામ-ગરીબોના સહારા, છત્તિસગઢના પ્યારા આપણાથી ઘણા દૂર ચાલ્યા ગયા. તેમણે એમ પણ કહ્યુ ંકે અંતિમ સંસ્કાર શનિવારે અજીત જોગીના જન્મસ્થાન ગોરેલામાં થશે.

છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી રહ્યા

અજિત જોગીનું 74 વર્ષની વયે અવસાન થયું છે. આઈએએસથી રાજકારણી બનેલા અજિત જોગી છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી રહ્યા છે. મધ્યપ્રદેશથી છત્તીસગઢના ભાગલા પછી તેઓ નવેમ્બર 2000થી નવેમ્બર 2003 સુધી મુખ્યમંત્રી હતા. અજીત જોગીએ 2016 માં કોંગ્રેસ છોડી પોતાની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જે) ની સ્થાપના કરી.

ચરણોમાં શ્રદ્ધાંજલિ આપું છું

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અજિત જોગીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે છત્તીસગઢના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના નિધનથી તેઓ દુઃખી છે. હું તેમના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપું છું. શોકાતુર પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને આ મુશ્કેલ ઘડીમાં તેમના પરિવારને સહન કરવાની શક્તિ આપે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!