GSTV
Home » News » ભારે વરસાદના કારણે ઔરંગા નદી ગાંડીતૂર બની, પુલ પાણીમાં ગરકાવ

ભારે વરસાદના કારણે ઔરંગા નદી ગાંડીતૂર બની, પુલ પાણીમાં ગરકાવ

આ તરફ નવસારી અને વલસાડના ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ઔરંગા નદી ગાંડી બની છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાંધાઇ ગામેથી વહેતી ઔરંગા બન્ને કાંઠે થઈ છે. જેથી નાંધાઇ ગામે આવેલો ગરગડીયા પુલ આખો પાણીમાં ગરકાવ થયો છે. ગરગડીયા પુલ ડૂબી જતા વલસાડ અને નવસારીના ખેરગામને જોડાતો માર્ગ બંધ થયો છે. પુલ ડૂબી જતા ૧૦ ગામોનો સંપર્ક બંધ થયો છે. જેને કારણે નવસારી અને વલસાડ જવા આવવા માટે સ્થાનિકોએ નેશનલ હાઇવેનો ઉપયોગ કરવો પડ્યો છે.

સમગ્ર વલસાડ-વાપીમાં મેઘો મહેરબાન બન્યો છે. ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડમાં દમણગંગા નદી ગાંડીતુર બની છે. નદીના પાણી દરિયા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે સેવલાસમાં રિવરફ્રન્ટ બંધ કરાયો છે. દમણગંગાનો જુનો પુલ પર બંધ કરાયો છે.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!