GSTV

હવામાન વિભાગે કરી મહત્વની આગાહી, જૂન મહિનાની આ તારીખે બેસશે ચોમાસું: છત્રી રેઈનકોર્ટ રાખજો તૈયાર

Last Updated on June 3, 2021 by pratik shah

દેશમાં ચોમાસાના આગમનની તૈયારી થઈ ગઈ છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, ત્રણ જુનથી કેરાલામાં નૈઋત્યના ચોમાસાનુ આગમાન થાય તેવી સ્થિતિ સર્જાવાનુ શરુ થઈ ગયુ છે. ચોમસુ જોકે એક જુનની જગ્યાએ મોડુ પહોંચી રહ્યુ છે પણ ઉપગ્રહ પાસેથી મળેલી તસવીરો દર્શાવી રહી છે કે, કેરળના દરિયાકાંઠાના વિસ્તારો અને તેની સાથે જોડાયેલા અરબ સાગરમાં વાદળો છવાયેલા છે.

અમુક વિસ્તારમાં હળવા વરસાદની શરૂઆત થયાના એહવાલ સામે આવી રહ્યાં છે, જેથી આગામી 24 કલાકમાં કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે. વરસાદ માટે વધારે અનુકુળ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. સામાન્ય રીતે કેરળમાં એક જુને ચોમાસાનું આગમન થતુ હોય છે.

હવામાન વિભાગે આ પહેલા 31 મે કે તેના ચાર દિવસ પહેલા વરસાદનુ આગમન થશે તેવુ

હવામાન વિભાગે આ પહેલા 31 મે કે તેના ચાર દિવસ પહેલા વરસાદનુ આગમન થશે તેવુ અનુમાન લગાવ્યું હતું. 30મેના રોજ હવામાન વિભાગે જોકે કહ્યું હતું કે, કેરળમાં વરસાદના આગમન માટેના યોગ્ય સંજોગો નથી બની રહ્યા. સાથે સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર અને દક્ષિણ ભારતમાં સરેરાશ, મધ્ય ભારતમાં સરેરાશ કરતા વધારે તથા પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થવાની શક્યતા છે. સરવાળે ચોમાસુ દેશ માટે સરેરાશ રહેશે.

READ ALSO

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!