GSTV

ફેસ્ટિવ સીઝનમાં ઘરે લઇ આવો હીરો સુપર સ્પ્લેન્ડર, કંપની આપી રહી છે આ 3 ધાંસૂ ઑફર્સ

હીરો

જો તમે ફેસ્ટિવ સીઝનમાં બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો હીરો Super Splendor ખરીદી શકો છો. કંપની ફેસ્ટિવ સીઝનમાં આકર્ષક ઑફરની રજૂઆત કરી રહી છે. હીરો સુપર સ્પ્લેંડર ભારતમાં સૌથી વધુ વેચનાર બાઇક્સમાંથી એક છે. ચાલો તમને જણાવીએ કે આ બાઇક પર કઇ-કઇ ઑફર્સ છે.

પહેલી ઑફર

વેચાણ વધારવા માટે આ ફેસ્ટીવ સીઝનમાં કંપની ખાસ છૂટ આપી રહી છે. હાલ 4,999 રૂપિયા મિનિમમ ડાઉન પેમેન્ટ પર આ બાઇકને ખરીદી શકો છો. કિંમતની વાત કરીએ તો નવી હીરો સુપર સ્પ્લેન્ડરની શરૂઆતની એક્સ-શૉરૂમ કિંમત 67,300 રૂપિયા છે.

બીજી ઑફર

હીરો મોટોકોર્પ ફેસ્ટિવલ સીઝનમાં સુપર સ્પ્લેન્ડર પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યુ છે. જેમાં 2100 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાની એક્સચેન્જ ઑફર મળી રહી છે.

ત્રીજી ઑફર

હીરો મોટોકોર્પે ગ્રાહકોને ખાસ છૂટ આપતા આ બાઇકને મિનિમમ વ્યાજ દરે ઉપલબ્ધ કરાવા માટે બેન્કો સાથે કરાર કર્યો છે. તમે આ બાઇકને 6.99 ટકાના મિનિમમ વ્યાજ દરે ખરીદી શકો છો.

હીરો

ખાસિયત

હીરોની આ બાઇકમાં 124.7ccનુ બીએસ-6 એન્જિન આપવામાં આવ્યુ છે, જે 7500 Rpm પર 10.73 Hpનો પાવર અને 6000 Rpm પર 10.6 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન એડવાન્સ્ડ ફ્યૂલ ઇન્જેક્શન સિસ્ટમથી સજ્જ એન્જિન છે, જે Xsens ટેક્નોલોજીથી સજ્જ નથી. આ 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

હીરો સુપર સ્પ્લેન્ડર 60 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપે છે. જો ડાયમેન્શનની વાત કરીએ તો સુપર સ્પ્લેન્ડરની લંબાઇ 2042 mm,પહોળાઇ 740 mm, ઉંચાઇ 1102 mm, સેંડલ ઉંચાઇ 799 mm, વ્હીલબેસ 1273 mm, ગ્રાઉન્ડ ક્લીયરન્સ 180 mm, વજનની વાત કરીએ તો ડિસ્ક બ્રેક 123 કિલો, ડ્રમ બ્રેક 122 કિલો અને ફ્યૂલ ટેન્ક ટેપેસિટી 12 લીટર છે.

Read Also

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!