GSTV
Home » News » 702 રૂપિયામાં ઘરે લઇ આવો સૌથી વધુ વેચાતી આ દમદાર બાઇક, ફરી નહી મળી આવી જબરદસ્ત ઑફર

702 રૂપિયામાં ઘરે લઇ આવો સૌથી વધુ વેચાતી આ દમદાર બાઇક, ફરી નહી મળી આવી જબરદસ્ત ઑફર

ભારતમાં ફેસ્ટિવ સીઝનમાં ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને તેથી જ દેશમાં સૌથી વધુ વાહનો પણ ફેસ્ટિવ સીઝનમાં જ વેચાય છે. સાથે જ કંપનીઓ પણ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અનેક ઑફર્સ પણ લઇને આવતી હોય છે. ફેસ્ટિવ સીઝન પહેલાં આ વખતે હીરો મોટોકૉર્પ પોતાની સૌથી વધુ વેચાતી બાઇક Splendor પર એક ખાસ અને ઓછી EMI ઑફર લઇને આવી છે.

બેસ્ટ EMI ઑફર

Hero Splendorની દિલ્હી એક્સ શૉરૂમ કિંમત 51,790 રૂપિયાથી શરૂ થાય છે. હવે તમે જો 50 ટકાના હિસાબે ડાઉન પેમેન્ટ આપો જે 25,895 રૂપયા થાય છે. તો તમારી લોન અમાઉન્ટ 25,895 રૂપિયા થશે. 60 મહિના માટે 12.5 ટકા ઇન્ટરેસ્ટ રેટ સાથે તમારી ઇએમઆઇ દર મહિને 702 રૂપિયા થશે. તમે આ ઇએમઆઇને 12 મહિના, 24 મહિના, 36 મહિના અથવા 48 મહિના સુધી પણ લઇ જઇ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે જેટલી લાંબી ઇએમઆઇ હશે તમને બાઇક એટલી જ મોંઘી પડશે.

Hero Splendor એન્જિન

બાઇકમાં 97.2 ccનું સિંગલ સિલિન્ડર એન્જિન લગાવામાં આવ્યું છે જે 8.36 bhpનો પાવર અને 8.05Nmનો ટૉર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત બાઇકમાં 4 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યાં છે. બાઇકના ફ્રન્ટ અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે જેમાં ડિસ્ક બ્રેકની સુવિધા નથી.

Read Also

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!