GSTV

હીરો સ્પ્લેન્ડરનું આવ્યું સ્પેશિયલ એડિશન, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો

Last Updated on May 25, 2019 by Bansari

હીરો સ્પ્લેન્ડર લૉન્ચ થયાને 25 વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. પોતાની આઇકોનિક મોટરસાઇકલ ની 25મી એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે હીરો મોટોકોર્પે હવે કોસ્મેટિક અપડેટ સાથે એક સ્પેશિયલ એડિશન લૉન્ચ કર્યુ છે. 2019 હીરો સ્પ્લેન્ડર 25 યર સ્પેશિયલ એડિશનની એક્સ શૉરૂમ કિંમત 56,600 રૂપિયા છે.

રિપોર્ટ્સ અનુસાર સ્પ્લેન્ડરનું સ્પેશિયલ એડિશન સ્પ્લેન્ડર પ્લસ પર બેઝ્ડ છે. જો કે સ્પેશિયલ એડિશનમાં કેટલાંક કોસ્મેટિક અપગ્રેડ્સ કરવામાં આવ્યાં છે. કોસ્મેટિક અપગ્રેડ્સમાં નવા ઓરેન્જ અને ગોલ્ડ ડેકોલ્સ, ફ્રન્ટમાં AHO સાથે હેલજન હેડલેંપ, ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક, એડજસ્ટેબલ રિયર શૉક્સ અને ઇંટગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ સામેલ છે.

બાઇકમાં નથી થયાં મેકેનિકલ બદલાવ

હીરોએ મોટરસાઇકલમાં કોઇ મિકેનિકલ બદલાવ નથી કર્યા. સ્પ્લેન્ડર સ્પેશિયલ એડિશન મોટરસાઇકલ 97cc સિંગલ સિલિન્ડર એન્જિનથી પાવર્ડ છે જે 8.36bhpનો પોવર અને 8.05 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 4 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે છે. બાઇકના ફ્રન્ટ અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે. સ્પેશિયલ એડિશન વાળી સ્પ્લેન્ડરના ગ્રાઉન્ડ ક્લીયરન્સ 159mm છે અને તેમાં 10.5 લીટરની ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે. તેની રિઝર્વ કેપેસિટી 1.1 લીટર છે. કંપનીનો દાવો છે કે આ બાઇકની પેલોડ કેપેસિટી 130 કિલોગ્રામ છે.

સ્પેશિયલ એડિશનમાં હશે આ ફિચર્સ

સ્પ્લેન્ડરના સ્પેશિયલ એડિશનની એક્સ શૉરૂમ કિંમત 56,600 રૂપિયા છે જે હીરો સ્પ્લેન્ડર પ્લસ કરતાં 3,540 રૂપિયા વધુ છે. સ્પ્લેન્ડરના સ્પેશિયલ એડિશનની લેંગ્થ 2000mm, પહોળાઇ 720mm અને ઉંચાઇ 1,040 mm છે. સ્પ્લેન્ડરના સ્પેશિયલ એડિશનમાં નવો મોબાઇલ ચાર્જિંગ સોકેટ, નવા મેટ બ્લેક અલૉય વીલ, ટ્યૂબલેસ ટાયર્સ આપવામાં આવ્યાં છે. બાઇકના ફ્રન્ટમાં સસ્પેન્સનનું કામ ટેલિસ્કોપીક શૉક અબ્જાર્બર સંભાળે છે. સાથે જ મોટરસાઇકલના રિયરમાં 5 સ્ટેપ એડજસ્ટેબલ ટ્વિન હાઇડ્રોલિક શૉક અબ્જાર્બર આપવામાં આવ્યા છે.

Read Also

Related posts

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Pravin Makwana

ભારે હોબાળો/ દિલ્હીમાં બાળકીનું શંકાસ્પદ મોત, અરવિંદ કેજરીવાલ માંડ માંડ ઘરે પહોંચ્યા પણ એવું થયું કે સહેજમાં બચી ગયા

Harshad Patel

દેશના કરોડો કર્મચારીઓએ મોદી સરકારની લાજ બચાવી લીધી, લોકડાઉનમાં સરકારે એક નિર્ણય લઈને 34, 402 કરોડ રૂપિયા બચાવી લીધાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!