GSTV
Home » News » વ્હીકલ લેવાનું વિચારી રહ્યાં હોય તો માંડી વાળજો, ટુ-વ્હીલરની કિંમતોમાં થયો આટલો વધારો

વ્હીકલ લેવાનું વિચારી રહ્યાં હોય તો માંડી વાળજો, ટુ-વ્હીલરની કિંમતોમાં થયો આટલો વધારો

Hero MotoCorp price hike

જો તમે બાઈક અથવા સ્કૂટર લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે, ટુ -વહીલરનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp)એ તેના દરેક પ્રોડક્ટ્સમાં 1000 રૂપિયા સુધી કિંમતમાં વધારો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, અન્ય કંપનીઓ પણ ભાવ વધારાની જાહેરાત કરી શકે છે. મીડિયાના અહેવાલ મુજબ, ઉત્પાદન ખર્ચ વધવાને કારણે Hero MotoCorpએ કિંમતમાં વધારો કર્યો છે. પરંતુ અલગ અલગ મોડલ અને બજાર માટે આ વધારો અલગ રહેશે.

હીરો મોટો કોર્પે  તાજેતરમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ 2018-19માં સ્થાનિક બજારમાં ટૂ વ્હીલર વાહનોના વેચાણને મામલે તેની મુખ્ય હરીફ હોન્ડા સાથે અંતર વધુ વધારી દીધું છે. હીરો મોટોકોર્પનું વેચાણ હોન્ડાથી અંદાજે 20 લાખ એકમો વધુનું રહ્યું છે. હીરો મોટોકોર્પનું ગયા વર્ષે 78,20,745 એકમોનું વેચાણ થયું હતું. હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઇ)એ ગયા વર્ષમાં 59,00,840 એકમોનું વેચાણ કર્યું હતું.

એ જ રીતે, હીરો મોટોકોર્પનું વેચાણ એચએમએસઆઈ કરતાં 19,19,905 એકમો વધુ હતું. 2017-18ના નાણાકીય વર્ષમાં હિરો મોટોકોર્પનું વેચાણ 75,87,130 એકમ હતું, જ્યારે એચએમએસઆઈનું વેચાણ 61,23,877 એકમ હતું. બંને કંપનીઓ વચ્ચે વેચાણ વચ્ચેનો તફાવત 14,63,253 એકમોનો હતો.

ગયા નાણાકીય વર્ષમાં પ્રીમિયમ મોટરસાઇકલ સેગમેન્ટમાં એક્ટ્રીમ 200 આર તથા ઝડપથી વધતા 125 સીસી સ્કૂટર સેગમેન્ટમાં ડેસ્ટીની 125ને ઉતારવાની સાથે વેચાણમાં વધારાને જાળવી શકી છે. બીજી બાજુ, એચએમએસઆઈ 2020 સુધીમાં હીરોઝને પાછળ રાખવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક ધરાવે છે. કંપનીએ જણાવ્યું હતું કે 2018-19ના બીજા ભાગમાં પડકારરૂપ સંજોગોને લીધે, પ્રથમ અર્ધમાં નફો ઘટ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દેશમાં વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. આ સાથે જ આ મોંઘવારીને કારણે હીરો મોટોકોર્પ દ્વારા બાઈકની કિંમતમાં વધારો કરવામાં આવતા સામાન્ય માણસોને બાઈક લેવાનું સપનું પણ ધૂંધળું નજરે પડી રહ્યું છે. આ સાથે જ પેટ્રોલની કિંમતોમાં પણ સતત વધારો થતો હોવાથી બાઈક લીધા પહેલા આ તમામ ગણતરી કરવી જરૂરી બની ગઈ છે, તેમ નિષ્ણાતોનું કહેવું છે.

Read Also

Related posts

ભારતમાં લોકસભા ચૂંટણી દરમ્યાન ફેસબુકે આવી રીતે કરી અધધ કમાણી

Mansi Patel

વડોદરામાં થઈ શોલેવાળી, યુવક ચઢ્યો પાણીની ટાંકી પર, પછી થયું કઈક આવું…

Nilesh Jethva

બ્રેકફાસ્ટમાં લઈ શકાય પ્રોટીન સમતોલ આહાર, જાણો તેનાં ફાયદા…

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!