GSTV

હાલત ખરાબ/ હીરોની મોટરસાઇકલો થવા જઈ રહી છે મોંઘી, 1 જુલાઈથી આટલા વધશે ભાવ

હીરો

Last Updated on June 23, 2021 by Damini Patel

હીરો મોટોકોર્પએ પોતાની મોટરસાઇકલો, સ્કૂટર્સના ભાવમાં વધારાનું એલાન કર્યું છે. કંપનીના ટુ-વ્હીલર વાહનોના ભાવ 1 જુલાઈ, 2021થી 3,000 રૂપિયા વધી જશે. કંપનીએ કહ્યું, કાચા માલની કિંમતમાં સતત વધારાના કારણે ભાવ વધારો કર્યો છે. મોડલ અને બજારના હિસાબે ભાવમાં વધારો અલગ-અલગ હોય છે.

કિંમત વધવી જરૂરી

હીરો મોટોકોર્પએ મંગળવારે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું, ‘કમોડિટી કિંમતમાં સતત વધારાની આંશિક ભરપાઈ માટે કિંમત વધારવી જરૂરી બની ગઈ છે.’ કંપનીએ કહ્યું કે, તમામ મોટરસાઇકલો અને સ્કૂટરોના ભાવ વધારવામાં આવશે અને મહત્તમ વધારો 3 હજાર સુધી હશે. વાસ્તવિક વધારો અલગ-અલગ મોડલ અને કોઈ ખાસ બજાર પર નિર્ણભાર કરશે.

Auto કંપનીઓની હાલત ખરાબ

Hero

ઉલ્લેખનીય છે કે કાચા માલની વધતી લાગતના કારણે હાલમાં કોઈ કાર કંપનીઓએ પણ ભાવ વધારવાનું એલાન કર્યું છે. કોરોના સંકટના કારણે Auto કંપનીઓ હાલત ખરાબ થઇ ગઈ છે, હવે કાચા માલની વધતી કંપનીને કારણે એમના પર ઘણું ભારણ આવી રહ્યું છે. હીરો મોટોકોર્પે ગઈ 24 મેના રોજ પોતાના કારખાનામાં ઉત્પાદન શરુ કર્યું છે. કંપનીના ગુરુગ્રમ, ધારુંહેરા અને હરિદ્વારમાં પ્લાન્ટ છે.

હીરો મોટોકોર્પ દેશમાં ટુ-વ્હીલર વાહનોની દિગ્ગજ કંપની છે. કંપનીએ 31 માર્ચે પુરી થનારી ત્રિમાહીમાં પોતાના ફાયદામાં 44% વધારો મેળવ્યો. એનો શુદ્ધ ફાયદો 885.28 કરોડ રૂપિયા રહ્યો.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!