GSTV

ફાયદાનો સોદો/ સસ્તામાં બાઇક-સ્કૂટર ખરીદવાનો મોકો, 1 જુલાઇથી આટલી વધી જશે કિંમત

બાઇક

Last Updated on June 23, 2021 by Bansari

કોરોનાવાયરસ મહામારીની ઓટોમોબાઈલ સ્પેક્ટ્રમ પર લાંબા સમયથી અસર રહી છે. ઓટો મેન્યુફેક્ચર્સ પોતાની ગાડીઓના ભાવમાં વધારો કરી રહ્યા છે. હીરો મોટોકોર્પ પણ આ કડીમાં  જોડાયુ  છે. ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પએ 1 જુલાઇથી તેના વાહનોના ભાવમાં 3,000 રૂપિયા સુધી વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે સામગ્રીની કિંમત વધુ હોવાને કારણે તેણે આ પગલું ભરવું પડ્યું છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 1 જુલાઇથી તેના મોટર સાયકલ અને સ્કૂટર્સના શોરૂમના ભાવમાં વધારો થશે. કિંમતોમાં આ વધારો 3,000 રૂપિયા સુધી થશે. કંપનીએ જણાવ્યું હતું કે ભાવ વધારા મોડેલ અને બજારના આધારે થશે. કંપનીએ કહ્યું છે કે તે કોમોડિટીના ભાવવધારાની અસરને આંશિક રીતે સરભર કરવા માટે આ પગલું ભરી રહી છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહક પરની અસરને ઓછી કરવા માટે કંપની કોસ્ટ સેવિંગ પ્રોગ્રામને આક્રમક રીતે ચલાવી રહી છે. હાલમાં, ચોક્કસ કિંમતો પર કોઈ સંકેત નથી પરંતુ તે તમામ હીરો સ્કૂટર્સ અને મોટરસાયકલોની કિંમત વધવાની અપેક્ષા છે.

આ કંપનીઓએ પણ વધારાની જાહેરાત કરી હતી

COVID-19 ની બીજી લહેર દેશમાં આવ્યા બાદથી, ભાવવધારાનું વલણ ફરી વધી રહ્યું છે. મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ ભાવવધારાની જાહેરાત કરી છે, જ્યારે બીએમડબ્લ્યુ અને ટાટા મોટર્સ બંનેએ કિંમતોમાં વધારો કર્યો છે. મહિન્દ્રા પણ કિંમતોમાં વધારો કરવાનું વિચારી રહી છે.

નવા વર્ષની શરૂઆતમાં, મોટાભાગના ઉત્પાદકોએ કાચા માલની કિંમતમાં થયેલા વધારાને તેમજ રોગચાળાને કારણે વેચાણમાં ઘટાડાને સરભર કરવા માટે કિંમતોમાં વધારો કર્યો હતો.

બાઇક

મારુતિની કાર મોંઘી થવા જઈ રહી છે

દેશના સૌથી મોટા કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પણ 1 જુલાઇથી ભાવ વધારાની જાહેરાત કરી છે. કંપનીએ પણ કાચા માલના ભાવમાં થયેલા વધારાને આ નિર્ણયનું કારણ ગણાવ્યું છે. એમએસઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (વેચાણ માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સ્ટીલ અને કેટલીક કિંમતી ધાતુઓ, જેમ કે રોડિયમ અને પેલેડિયમની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે.

તેમણે જણાવ્યું હતું કે સ્ટીલની કિંમત કિલો દીઠ રૂ. 38 થી વધીને 68 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે જ્યારે રોડિયમનો ભાવ પ્રતિ ગ્રામ રૂ19 હજાર થી વધીને રૂ. 66 હજાર પ્રતિ ગ્રામ થયો છે, જેણે ઉત્પાદન ખર્ચને અસર કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!